સુરતના વેપારીની એક અનોખી પહેલ, સાડીઓ સાથે આયુષ મંત્રાલયની દવા અને માસ્ક ફ્રીમાં આપ્યા

સુરતીઓ હંમેશા અવનવુ કરવા માટે જાણીતા છે, ત્યારે સુરતના વેપારીએ એક અનોખી પહેલ કરી છે. સુરતના એક વેપારીએ ઓર્ડરથી મંગાવવામાં આવેલ સાડીના સ્લોટ સાથે આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત દવાની કીટ અને માસ્ક નિઃશુલ્કપણે રાજ્ય બહાર મોકલી છે. આમ, તેઓ વેપારની સાથે ગ્રાહકોના સ્વાસ્થયનું પણ ધ્યાન રાખે છે. 
સુરતના વેપારીની એક અનોખી પહેલ, સાડીઓ સાથે આયુષ મંત્રાલયની દવા અને માસ્ક ફ્રીમાં આપ્યા

ચેતન પટેલ/સુરત :સુરતીઓ હંમેશા અવનવુ કરવા માટે જાણીતા છે, ત્યારે સુરતના વેપારીએ એક અનોખી પહેલ કરી છે. સુરતના એક વેપારીએ ઓર્ડરથી મંગાવવામાં આવેલ સાડીના સ્લોટ સાથે આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત દવાની કીટ અને માસ્ક નિઃશુલ્કપણે રાજ્ય બહાર મોકલી છે. આમ, તેઓ વેપારની સાથે ગ્રાહકોના સ્વાસ્થયનું પણ ધ્યાન રાખે છે. 

21 જૂને કંઈક અપશુકનિયાળ થવાનું છે? ચૂડામણી સૂર્યગ્રહણ સમયે જ્યોતિષીઓએ આપ્યા આ સંકેત... 

લોકડાઉન બાદ શરૂ થયેલા ટેક્સટાઈલ માર્કેટને લઈ વેપારીઓને રાજ્ય બહારથી ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા છે અને ધીરે ધીરે વેપારઓની ગાડી પાટા પર આવી રહી છે. ત્યારે રઘુકુલ માર્કેટના એક વેપારીએ અનોખું અભિયાન શરૂ કર્યું છે. તેમણે ઓર્ડરથી મંગાવવામાં આવેલ સાડીના સ્લોટ સાથે આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત હોમિયોપેથીક દવાની કીટ અને માસ્ક પણ નિઃશુલ્ક મોકલ્યા છે. જેથી આ અંગે જાગૃતતા ફેલાવી શકાય. 

88 દિવસ બંધ હતા રાજા રણછોડના કપાટ, આજે ખૂલતા જ ભક્તોની લાંબી લાઈન લાગી

સાડીઓના સ્લોટ સાથે આયુષ મંત્રાલયના નિર્દેશ અનુસાર ઉકાળા સહિત ફેસમાસ્ક તેમજ બે લેયર માસ્કનું પેકિંગ કરવામાં આવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત મહારાષ્ટ્ર ખાતે જતી સાડીઓ સાથે આ કીટ મોકલવામાં આવી છે અને હમણાં સુધી 40 હજાર જેટલી સાડીઓ રાજ્ય બહાર મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેમની આ મુહિમથી વેપારીને બે લાખ સુધીનો ઓર્ડર મળ્યો છે. વેપારી ગોવિંદ ગુપ્તાએ કહ્યું કે, બે મહિના દરમિયાન કરેલી સેવા દરમિયાન સેવાને વેપાર સાથે જોડવાનો વિચાર આવ્યો હતો. આ પ્રયાસથી સાડીઓ દ્વારા નીચેના લેવલ સુધી આ કીટ પહોંચવાની શક્યતાઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news