સુરત: શિક્ષિકા દિકરીએ આપઘાત કરતા બેસણામાં પરિવારે બેનરો લઇને કર્યો વિરોધ

પટેલ પરિવારની શિક્ષિત દીકરીએ સાસરીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ આજે મૃતકના પરિવારજનો બેસણામાં મોટી સંખ્યામાં આવ્યા હતા. પરંતુ પોતાની દીકરાના અકાળે થયેલા મોતના કારણે હાથમાં બેનરો લઈ રડતી આંખે પિયર પક્ષ સાસરી પક્ષે પોહ્ચ્યું હતું. જ્યાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતા પોલીસ બોલાવવી પડી હતી. 

સુરત: શિક્ષિકા દિકરીએ આપઘાત કરતા બેસણામાં પરિવારે બેનરો લઇને કર્યો વિરોધ

કિરણસિંહ ગોહીલ/સુરત: પટેલ પરિવારની શિક્ષિત દીકરીએ સાસરીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ આજે મૃતકના પરિવારજનો બેસણામાં મોટી સંખ્યામાં આવ્યા હતા. પરંતુ પોતાની દીકરાના અકાળે થયેલા મોતના કારણે હાથમાં બેનરો લઈ રડતી આંખે પિયર પક્ષ સાસરી પક્ષે પોહ્ચ્યું હતું. જ્યાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતા પોલીસ બોલાવવી પડી હતી. 

પીયર પક્ષે આક્ષેપ કર્યો હતો કે, તેમની દીકરીને માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો છે. જયારે સાસરી પક્ષના પરિવારજનો પણ પોતે નિર્દોષ હોવાની વાતો કરી છે. ભારે વિવાદ સર્જાતા મૃતકના પતિની તબિયત લથડી હતી. લોકોના હાથમાં બેનરો અને આંખમાં આંસુ જોવા મળી રહ્ય હતા.

જામનગર: સ્વિમિંગ પૂલમાં સ્નાન કરતી મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઓલપાડ તાલુકાના મીંઢી ગામની દીકરી રસીલા પટેલના લગ્ન ત્રણ વર્ષ પહેલા કિમ જનકપુરી સોસાયટીમાં રહેતા કિરણ પટેલ સાથે થયા હતા. બંને શિક્ષક હતા. અને બંનેના લગ્ન જીવન દરમયાન દોઢ વરસનો દીકરો હતો. પરિવારમાં ખુશી હતી. પતિ પત્ની સુખી અને ખુશ હતા પરંતુ 23 જુલાઈના દિવસે રસીલા પટેલે કોઈ કારણસર ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આજે મૃતકના સાસરીમાં બેસણું હતું. બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં દુઃખદ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પરંતુ પિયર પક્ષના લોકો હાથમાં બેનરો લઇ અનોખો વિરોધ કર્યો હતો. પિયર પક્ષના લોકોનો આક્ષેપ હતો કે, સમાજમાં આવી ઘટના બનવી જોઈએ નહીં કોઈની દીકરી અકાળે મોતને ભેટે એવું થવું જોઈએ નહીં. અમારી દીકરીએ જીવ ગુમાવ્યો છે અને જે જવાબદાર લોકો છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. ત્યારે હવે કિમ પોલીસ કેવા પગલાં ભરે છે તેતો સમય બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news