શું સુરત જોઈ રહ્યું છે રાજકોટ જેવા અગ્નિકાંડની રાહ? સામે આવ્યો વધુ એક 'લાક્ષાગૃહ'

સુરત વેસુ વિસ્તારમાં આવેલા રીબાઉન્સ ગેમઝોન ખાતે તપાસ કરવામાં આવી હતી. ટીમ દ્વારા તેમની રીતે અલગ અલગ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી હતી. રાતો રાત જ ફાયરના સાધનો મૂકવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું છે. હાલ તો ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

શું સુરત જોઈ રહ્યું છે રાજકોટ જેવા અગ્નિકાંડની રાહ? સામે આવ્યો વધુ એક 'લાક્ષાગૃહ'

પ્રશાંત ઢીવરે/સુરત: રાજકોટ ગેમ ઝોનમાં બનેલ અગ્નિકાંડ  બાદ સુરત તંત્ર જાગ્યું છે. સુરત વેસુ વિસ્તારમાં આવેલા રીબાઉન્સ ગેમઝોન ખાતે તપાસ કરવામાં આવી હતી. ટીમ દ્વારા તેમની રીતે અલગ અલગ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી હતી. 

દરમિયાન ત્યાં મૂકવામાં આવેલા ફાઈલ ઇન્સ્ટીગ્યુશન આજની એટલે કે 26 મેની તારીખ હોવાનું સામે આવ્યું હતું. જેથી રાતો રાત જ ફાયરના સાધનો મૂકવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું છે. હાલ તો ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ આખો ગેમઝોન એક પતરાના શેડમાં બનાવવામાં આવ્યો છે. બ્રાઉન ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ બે ફ્લોર પર અલગ અલગ ગેમ્સ રાખવામાં આવી છે. 

ગત રોજ રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી. આગામી ઘટના માસૂમ લોકોના મોત નીપજ્યા છે. આવી ઘટનાનું સુરતમાં પુનરાવર્તન નહીં થાય તેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સુરત શહેરમાં આવેલ તમામ 17 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 17 પૈકી 6 ગેમ ઝોનમાં હોવાનું સામે આવતા સીલ કરવામાં આવ્યા છે. 

વેસુ ખાતે આવલે ગેમિંગ ઝોનમાં ગંભીર બેદરકારી દેખાઈ સામે આવી છે. રિબાઉન્સ ફાયરની બોટલ પર  તારીખ 26/05/2024 નાં લેબલ લાગ્યા છે. ગેમ ઝોનના સંચાલકો દ્વારા રાતો રાત ફાયર સાધનો ખરીદ્યા હોય તેમ દેખાઈ આવી રહ્યું છે. ગત રોજની તારીખ દેખાતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. અન્ય ઉપકરણ પણ નવા દેખાઈ રહ્યા છે. ગેમિંગ ઝોન પતરાના સેડમાં ઉભું કરવામાં આવ્યું છે. 

રોજના હજારો લોકો રિબાઉન્સ ગેમિંગ ઝોનમાં આવે છે. કાર્યવાહી કરવાને બદલે ફાયર અધિકારી અને મનપા અધિકારી પણ ખો-ખો રમી રહ્યા છે. મહત્વની વાતો એ છે કે સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ ત્યારે જ જાગ્યું છે. જ્યારે રાજકોટમાં આગની ઘટના બની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news