પિતાને પુત્રીના સંસાર કરતા ઇજ્જ વ્હાલી લાગી, પ્રેમ લગ્ન કરનાર જમાઇ સાથે એવું કર્યું કે...

પિતાને પુત્રીના સંસાર કરતા ઇજ્જ વ્હાલી લાગી, પ્રેમ લગ્ન કરનાર જમાઇ સાથે એવું કર્યું કે...

* પોલીસ તપાસમાં રાહુલ શાહની હત્યા થયાનું બહાર આવ્યું
* હત્યારો બીજો કોઈ નહિ પણ યુવતીના પિતા જ નીકળ્યા
* યુવતીએ ચાર વર્ષ અગાવ મૃતક સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેની અદાવત રાખી પિતાએ કરી હત્યા

અમદાવાદ : કડોદરા GIDC વિસ્તારની પોલીસની હદમાં હત્યાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કેસ ખુબ જ વળાંકો બાદ પોલીસે ઉંડાણભરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. જે જાણીને પોલીસ પોતે પણ ચોંકી ઉઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સસરા દ્વારા જ પોતાના જમાઇની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પત્ની દ્વારા પોતાનાં પતિ ગુમ થયાની જાણવા જોગ દાખલ કરાવવામાં આવી હતી. 31 જાન્યુઆરીથી તેનો પતિ ગુમ થઇ ગયો હતો. 

પતિ રાહુલ શાહ ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં રાહુલની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તપાસ કરતા સામે આવ્યું કે, યુવકની હત્યા તેના જ સસરા દ્વારા કરવામાં આવી હતી. યુવતીનાં પિતાએ પોતાના જ સગા જમાઇની હત્યા કરી નાખી હતી. યુવતીએ પ્રેમ લગ્ન રાહુલ શાહ નામના વ્યક્તિ સાથે 4 વર્ષ અગાઉ કર્યા હતા. 

જેનો કાર રાખીને તેના જ પિતા દ્વારા જમાઇનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ હત્યા કરી નાખી હતી. પોતાની પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા હોવાનાં કારણે તેના પિતા ગુસ્સે હતા. જેથી ચાર વર્ષ સુધી તેના પર નજર રાખીને આખરે પોતાના જ જમાઇની હત્યા કરી નાખી હતી. જેથી પોતાની પુત્રીનો હસતો રમતો પરિવાર વિખેરી નાખ્યો હતો. હાલ પોલીસે યુવતીનાં પિતા અને હત્યામાં મદદ કરનારા ઇસમની ધરપકડ કરી લીધી છે. જો કે હાલ તો આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ચકચાર મચી ગઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news