25 દિવસ બાદ સુરતમાં બસ સેવા શરૂ, મુસાફરોને હવે કામરેજ સુધી ધક્કો નહિ ખાવો પડે

કોરોનામાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેન્ડ શરૂ થતા જ કોરોનાના કેસ બિલાડીના ટોપની જેમ સામે આવી રહ્યા હતા. જેને પગલે બસ સેવા પર અંકુશ મૂકવામાં આવ્યો હતો

25 દિવસ બાદ સુરતમાં બસ સેવા શરૂ, મુસાફરોને હવે કામરેજ સુધી ધક્કો નહિ ખાવો પડે

ચેતન પટેલ/સુરત :25 દિવસ બાદ આજથી સુરત (surat) માં એસટી બસ સેવા શરૂ થઈ છે. કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણ ના કારણે સુરત એસટી બસ ડેપો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજથી 25 ટકા બસોનું સંચાલન શરૂ કરાયું છે. જોકે, એસટી બસ ડેપો પર કોરોનાનો ડર જોવા મળ્યો હતો. મુસાફરોની પાખી હાજરી જોવા મળી હતી. કોરોનામાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેન્ડ શરૂ થતા જ કોરોનાના કેસ બિલાડીના ટોપની જેમ સામે આવી રહ્યા હતા. જેને પગલે બસ સેવા પર અંકુશ મૂકવામાં આવ્યો હતો. આવામાં સંક્રમણને અટકાવવા માટે એસટી બસ સેવા બંધ કરાઈ હતી. 

માત્ર 500 રૂપિયા ખર્ચીને 10 હજાર બચાવતા ગુજરાતના આ ખેડૂતની વાહવાહી થવા લાગી

એક સમયે સુરત એસટી ડેપો પર રોજની 400 થી વધુ બસો ટ્રીપ મારતી હતી. પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે સુરત એસટી નિગમ દ્વારા 27 જુલાઈથી સુરત એટી ટેડોપ બંધ કરાયો હતો. જેને કારણે સુરત આવવા-જવા માંગતા હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તબક્કાવાર બે વાર એસટી બસનું લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું. જેને કારણે મુસાફરોને કામરેજ સુધી ધક્કો ખાવો પડતો હતો. ત્યારે ગતરોડ મોડી રાત્રે એસટી વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, અને આજથી ફરીથી તમામ સેવા સુરત એસટી ડેપો પર શરૂ કરાઈ છે. જેથી મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી છે. 

કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે એસટી નિગમ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરાઈ છે તે વિશે એસટી કર્મચારીએ જણાવ્યું કે, લોકોમાં ફફડાટ હતો તે દૂર થયો નથી. મુસાફરોની માત્ર 15 થી 20 ટકા જેટલી પાંખી હાજરી જોવા મળી છે. નિગમ દ્વારા 20 થી 25 ટકા બસો શરૂ કરાઈ છે. સેનેટાઈઝિંગ, ટેમ્પરેચર, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. પૂર્વવત માહોલ થતા થોડો સમય લાગશે, પણ ધીરે ધીરે જેમ જેમ લોકોને ખબર પડશે તેમ તેમ સંચાલન આગળ વધારતા રહીશું. હાલની તારીખે 25 ટકા બસ શરૂ કરાઈ છે. પણ લોકો સુધી આ સમાચાર હજી પહોંચ્યા નથી, તેથી આજે પહેલા દિવસે પાંખી હાજરી જોવા મળી છે. એક બસમાં માંડ ચારથી પાંચ જેટલા મુસાફરો બેસેલા જોવા મળ્યાં છે. આગામી દિવસોમાં સેવા રાબેતામુજબ થાય તેવી શક્યતા છે. 

ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news