ફેમસ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટે બીજીવાર માર ખાધો, મહિલાનો ફોન લઈ લેતા ગુસ્સે થઈ મહિલા
piyush dhanani video : મહિલા ચાલુ મોપેડ પર ફોન પર વાત કરતી હતી, ત્યારે પિષુય ધાનાણીને તેને અટકાવી હતી, જેથી ગુસ્સે થયેલી મહિલાએ તેને લાફો માર્યો, અગાઉ પણ પિષુય ધાનાણીને કેટલાક વાહન ચાલકોએ માર માર્યો હતો
Trending Photos
Surat Viral Video : સોશિયલ મીડિયામાં રચ્યા પચ્ચા રહેતા યંગસ્ટર્સ પિયુષ ધાનાણી નામથી વાકેફ છે. થોડા સમય પહેલા જ સુરતના આ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ રોગ સાઈડમાં આવતા વાહનોને રોકવા જતા લોકોના રોષનો ભોગ બન્યો હતો, અને લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે હવે આ ફેમસ એક્ટિવિસ્ટે બીજીવાર માર ખાધો છે. ચાલુ મોપેડ પર ફોન પર વાત કરતી મહિલાને અટકાવવા જતા મહિલાએ પિયુષ ધાનાણીને લાફા ઝીંક્યા હતા.
સુરતનો સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પિષુય ધાનાણી સતત ચર્ચામાં રહે છે. પિષુય ધાનાણી તેના માર ખાવાની ઘટનાઓને કારણે વધુ ચર્ચામા રહેતો હોય છે. ત્યારે ફરી એકવાર સુરતના વરાછા વિસ્તારમા આ કહેવાતા એક્ટિવિસ્ટને માર પડ્યો હતો. એક મહિલાએ પિષુય ધાનાણીને લાફા ઝીંક્યા હતા.
વાત એમ હતી કે, મહિલા ચાલુ મોપેડમાં ફોન પર વાત કરતી હતી, જેથી પિષુય ધાનાણીએ તેને અટકાવી હતી. જેને લઈ મહિલા રોષે ભરાઈ હતી અને લાફા માર્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોનું ટોળું પણ ભેગું થયું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રોન્ગ સાઈડ ટુ વ્હીલર ચલાવતા વાહનચાલકોનો પિષુય ધાનાણી સાથે વિવાદ થયો હતો.
સુરત: ચાલુ મોપેડે ફોન પર વાત કરતી મહિલાને અટકાવવી પિયુષ ધાનાણીને ભારે પડ્યું, મહિલાએ ઝીંક્યો લાફો.....#gujarat #surat #PiyushDhanani #trendingdvideos pic.twitter.com/qhqALZciwI
— Zee 24 Kalak (@Zee24Kalak) April 5, 2024
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પિયુષ ધાનાણી છેલ્લા એક વર્ષથી જુદા જુદા વિષયો ઉપર તેમજ ટ્રાફિકની સમસ્યા સામે ઝુંબેશ ઉપાડી રહ્યો છે. જે થોડા સમય પહેલા લોકટોળાનો ભોગ બન્યો હતો. પિયુષ ધાનાણી હંમેશાં લોકોને જીવ જોખમમાં નહીં મુકવા સંદેશ આપે છે. પરંતુ કેટલાક લોકોને આ કાર્ય પસંદ પડતું નથી. પિયુષ ધાનાણી એક જાગૃત નાગરિક છે. તે રોંગ સાઈડ પર જતા લોકોને અટકાવે છે. તેમાં કેટલાક વાહનચાલકોએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે