CCTV : માત્ર હજાર રૂપિયાની લેતીદેતીમાં સાડીની દુકાનમાં થઈ મારામારી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં મારામારીનો લાઈવ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. એમ્બ્રોઇડરી વર્કના રૂપિયાની લેતીદેતી મામલે બે વેપારીઓએ દુકાનદારને ઢોર માર માર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
CCTV : માત્ર હજાર રૂપિયાની લેતીદેતીમાં સાડીની દુકાનમાં થઈ મારામારી

ચેતન પટેલ/સુરત :સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં મારામારીનો લાઈવ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. એમ્બ્રોઇડરી વર્કના રૂપિયાની લેતીદેતી મામલે બે વેપારીઓએ દુકાનદારને ઢોર માર માર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

સુરતના ગ્લોબલ માર્કેટમાં દુકાન ધરાવતા રમેશભાઈ અહમ ક્રિએશન નામની દુકાન ધરાવે છે. જેમાં તેઓ સાડીઓનું વેચાણ કરવામાં આવે છે. એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવવા માટે તેઓએ મહેશ અને રાજુ નામના બે શખ્સોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. હજાર રૂપિયાની લેતીદેતી મામલે રમેશ અને રાજુ નામના બે વેપારીઓ દુકાનમાં આવી રૂપિયાની માંગણી કરી હતી. જોકે રમેશભાઇએ જણાવ્યું હતુ કે, શનિવાર હોવાના કારણે તેઓ રૂપિયા આપી શકે એમ નથી. સોમવારે તેઓ રૂપિયા આપશે. પરંતુ મહેશ અને રાજુએ દુકાનમાં મૂકેલી સાડી લઈ જવાની વાત કરી હતી અને સાડી ત્રણસો રૂપિયાની રકમ તેઓએ નિર્ધારિત કરી હતી. પરંતુ રમેશભાઇએ જણાવ્યું હતું કે, તેમની સાડીઓ હજાર રૂપિયાની ઉપરની છે, જેથી તેઓ આ સાડીઓ એમ્રોઈડરી વર્કના રકમની બદલમાં આપી શકે નહિ. 

આમ બંને શખ્સ અને રમેશભાઈ વચ્ચે વિવાદ વધતા મહેશ અને રાજુએ રમેશભાઇ અને તેમના પુત્રને મારવા લાગ્યા હતા. આ તમામ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. પેસેજમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે બે વેપારીઓ કેવી રીતે સાડીના વેપારીને ઢોર માર મારી રહ્યા છે. જોકે આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news