શું રાજ્ય હવે ઉડતા ગુજરાત બનશે? 1 કિલો અફીણ સાથે બે રાજસ્થાનીઓની ધરપકડ

સુરત સારોલી પોલીસને વાતને મળી હતી કે શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતો મહેન્દ્ર પપ્પુસિંહ રાજપુતે રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ગોપાલલાલ પાસેથી અફીણનો જથ્થો મંગાવેલ છે.

શું રાજ્ય હવે ઉડતા ગુજરાત બનશે? 1 કિલો અફીણ સાથે બે રાજસ્થાનીઓની ધરપકડ

પ્રશાંત ઢીવરે/સુરત: સારોલી પોલીસે 1 કિલો અફીણ સાથે બે રાજસ્થાનીઓની ધરપકડ કરી છે. આરોપી રાજસ્થાનથી લકઝરી મારફત અફીણ લાવતો હતો. પોલીસે આરોપી ગોપાલલાલને સારોલી ચેક નાકા પાસેથી ઝડપી લીધો છે.

સુરત સારોલી પોલીસને વાતને મળી હતી કે શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતો મહેન્દ્ર પપ્પુસિંહ રાજપુતે રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ગોપાલલાલ પાસેથી અફીણનો જથ્થો મંગાવેલ છે. સારોલી પોલીસે તપાસ કરતાં રાજસ્થાનથી લક્ઝરી મારફત અફીણ લાવી રહેલા ગોપાલલાલને નિયોલ ચેક પોસ્ટ પાસે 1 કિલોથી વધુનો આફીણનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા ગોપાલલાલએ એક સુધાર પાસેથી અફીણનો જથ્થો લીધો હતો. આ જથ્થો શહેરના ગોડાદરા ખાતે રહેતા મહેન્દ્ર પપ્પુસિંહ રાજપુતને આપવાનો હતો..આરોપી ગોપાલલાલ રાજસ્થાન લકઝરી બસ મારફત સુરતમાં અફીણનો જથ્થો લઈને આવ્યો હતો. ત્યારબાદ તેઓ આ જથ્થો ગોડાદરા મહેન્દ્ર રાજપુત ના પિતા પપ્પુસિંહ રાજપુતને આપે તે પહેલાં પોલીસે વોચ ગોઠવી તેને નિયોલ ચેક પોસ્ટ પાસેથી પકડી પડ્યો હતો.

આરોપી ગોપાલલાલ પાસે રહેલ બેગની પોલીસે ચેક કરતા તે માંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતનો 1.40 ગ્રામ અફીણનો જથ્થો સહિત 15 હજાર રોકડ, બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં અફીણ મંગાવનાર આરોપી મહેન્દ્ર રાજપૂતનું નામ સામે આવ્યું હતું. આરોપી પપ્પુ સિંહ રાજપુત અંબાબ કોલેજ ખાતે લેવા બાઈક પર ઉભો હતો. પોલીસે એમને પણ પકડી પડયા હતા.

હાલ સારોલી પોલીસે રાજસ્થાન અફીણ લાવનાર ગોપાલલાલ સહિત મંગવાનાર પપ્પુસિંહ રાજપુતની ધરપકડ કરી છે. અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news