SURAT: ક્યાંક ભુવામાં ઉતરીને તો ક્યાંક ભુવા આસપાસ રંગોળી બનાવીને વિરોધ
Trending Photos
સુરત : વરાછા વિસ્તારમાં ભુવો પડવાની ઘટના સામે આવી છે. ભુવો પડવોએ શહેરોમાં સામાન્ય ઘટના છે. જો કે સુરતમાં ભુવાનો જે પ્રકારે વિરોધ થઇ રહ્યો છે તેના કારણે હાલ ભુવા પડવાની ઘટના સમાચારમાં આવે છે. સામાન્ય રીતે શહેરમાં ભુવાઓ પડતા રહે છે અને કોર્પોરેશન દ્વારા તેને વિવિધ ઘટનાઓની જેમ પુરી દેવામાં આવતો હોય છે. જો કે હવે સુરતીઓ દ્વારા આનો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે વરાછા વિસ્તારમાં આવેલ ડાયાપાર્ક મેઇન રોડ પર ભુવો પડવાની ઘટના સામે આવી છે.
વરાછા વિસ્તારમાં આવેલ ડાયાપાર્ક મેન રોડ પર પડ્યો ભુવો પડ્યો છે. મેન રોડ પર દસ ફૂટ કરતા પણ મોટો ભુવો પડ્યો છે. ગઇ કાલે રાત્રે અચાનક અહીં જમીન બેસી જવાની ઘટના સામે આવી હતી. વહેલી સવારે દસ ફૂટ જેટલો મોટો ભુવો પડ્યો હતો. 6 ફૂટનો માણસ આખો ભુવામાં સમાઇજાય એવો મસમોટો ભુવો પડ્યો હતો. ભુવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો ભુવામાં ઉતરીને અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે કોર્પોરેશન અને પોલીસ તંત્ર દોડતું થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભુવા પડવાની ઘટનામાં પણ સુરતીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ ભુવાની આસપાસ રંગોળી બનાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના કારણે કોર્પોરેશન તંત્ર શરમ જનક સ્થિતીમાં મુકાયું હતું. ત્યાં બીજો ભુવો પડતા લોકો ભુવામાં ઉતરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેના કારણે કોર્પોરેશન તંત્ર ફરી એકવાર શરમજનક સ્થિતીમાં મુકાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે