સુરત પોલીસના જવાનોની માનવતાને સલામ છે! 15 વર્ષની દીકરીને લોહી આપવા જમવાનું છોડીને નીકળ્યા

Nobel Cause By Surat Police : 15 વર્ષની દિકરીને લોહી આપવા ત્રણ પોલીસ જવાનો જમવાનું છોડીને દોડ્યા.. લોહીથી બચ્યુ દીકરીનું જીવન
 

સુરત પોલીસના જવાનોની માનવતાને સલામ છે! 15 વર્ષની દીકરીને લોહી આપવા જમવાનું છોડીને નીકળ્યા

Surat News : સુરત પોલીસની માનવતાનું વધુ એક ઉમદા ઉદાહરણ જોવા મળ્યું છે. 15 વર્ષની દિકરીને લોહી આપવા ત્રણ પોલીસ જવાનો જમવાનું છોડીને દોડ્યા હતા. રાંદેર પોલીસ સ્ટેશનમાં ઊંધિયું પુરીનું ભોજન રાખવામાં આવ્યું હતું. તે છોડીને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક દીકરીને લોહી આપવા પહોંચ્યા હતા.

15 વર્ષની દિકરી માટે લોહી મળશે તેવી આશાએ રાંદેર પોલીસ મથકે પહોંચેલા પિતાની વાત સાંભળતા જ પોલીસ મથકમાં ચાલતો જમણવાર છોડી ત્રણ પોલીસ જવાનો લોહી આપવા પહોંચી જઇને માનવતાનું વધુ એક ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

બન્યું એમ હતું કે, ગતરોજ રાંદેર પોલીસના કર્મચારીઓ ઉત્તરાયણ બંદોબસ્તમાં વ્યસ્ત હતા. તમામ સ્ટાફ માટે બપોરે ઊંધિયાનું જમણ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું હતું. તેવામાં જ એક પોલીસ કર્મચારીને ફોન આવ્યો કે, 15 વર્ષની છોકરી માટે તાત્કાલિક B+ Fresh Donor (SDP) ની જરૂર છે. રાંદેર પોલીસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓએ તાત્કાલિક હોસ્પિટલ જતા રહ્યા હતા.

પોલીસ કોન્સ્ટેબલ ભાવીનભાઈ ઝાંઝમેરાએ B+લોહી તથા તેના પ્લેટલેટ સેલ ડોનેટ કર્યું હતું. તથા સાથી કર્મચારી પોલીસ કોન્સ્ટેબલ કીરીટસિંહ રામસિંહ રાઠોડ અને વિપુલ સાંભાભાઇએ B+ લોહી આપ્યું હતું.

આમ રાંદેર પોલીસના કર્મચારીઓએ ઊંધીયાનુ જમણ છોડી 15 વર્ષીય દીકરીને બ્લડ આપી નવું જીવન આપ્યું છે. આમ, મુસ્લિમ પરિવારની 15 વર્ષીય દીકરીને આંતરડાની બીમારીની સારવાર માટે જરૂરી રક્ત તથા સેલ ડોનેટ કરી પોલીસે એખલાસભર્યુ વાતાવરણ ઉભુ કર્યું છે. 

હાલ સુરતની આ દીકરી સારવાર હેઠળ છે. પરંતું દીકરીને બચાવવા સુરત રાંદેર પોલીસની સહનીય કામગીરી સામે આવતા જ દીકરીના પિતાએ આભાર વ્યક્ત કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news