રૂંવાડા ઊભા કરી દેશે સુરતની 20 વર્ષ જૂની આ ઘટના! પત્નીનું ગળું ચપ્પાથી કાપી ધડથી અલગ કર્યું, પછી...
સુરતમાં વર્ષ 2004માં પુણા વિસ્તારમાં મહિલાની માથું ધડથી અલગ કરેલો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાના કારણે ભાણિયા પાસે હત્યા કરાવી હતી. હત્યાના પ્લાનમાં કુલ 3 આરોપીઓ સામેલ હતા. જેમાં પતિ અને અન્ય એક સાગરીત પહેલા પકડાઈ ચૂક્યા છે. પરંતુ મુખ્ય આરોપી ભાણેજ 20 વર્ષે ઉત્તરપ્રદેશના અયોધ્યાથી સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં 2004માં એક મહિલાની માથું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટના સંદર્ભે પોલીસે તપાસ કરી હતી. જેમાંનો એક આરોપી 20 વર્ષે ઝડપાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુપી ખાતેથી આરોપી ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણને પકડી પાડયો
સુરતમાં ચકચારીત મહિલા હત્યા મામલે પોલીસને એક આરોપીને ઝડપી પાડવામાં 20 વર્ષ લાગ્યા હતા. આ આરોપી 2004 માં હત્યા કરી વતન નાસી છૂટ્યો હતો અનેક વખત પોલીસ તપાસમાં ગઈ છતાં પોલોસને હાથતાળી આપી નાસી જનાર આરોપી 20 વર્ષે ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમના પીએસઆઈ પ્રવીણસિંહ પઢિયાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે કાપોદ્રામાં વર્ષ 2004માં થયેલા ચકચારી મર્ડર કેસના વોન્ટેડ આરોપી યુપીમાં અયોધ્યા જિલ્લાના બદનપુર ખાતે છે. જેથી પોલીસ અયોધ્યા જિલ્લાના બદનપુર ખાતે ગઈ હતી અને વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણને પકડી પાડયો હતો.
પત્ની રામવતીના ચારિત્ર્ય પર શંકા ઉપજી
પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ 2004માં આરોપી વિજય તેના દૂરના મામા રામસજીવન ચૌહાણ અને તેમની પત્ની રામવતી સાથે પુણાગામમાં વલ્લભનગરમાં ભાડેથી રહેતો હતો. તે સમયે મામા રામસજીવનને તેમની પત્ની રામવતીના ચારિત્ર્ય પર શંકા ઉપજી હતી. જેથી રામસજીવને દૂરના ભાણેજ સાથે મળી હત્યાનો કારસો ઘડયો હતો.
ચપ્પુ વડે રામવતીનું ગળું કાપી નાંખી તેનું માથું ધડથી અલગ કરી દીધું
રામસજીવન તેની પત્નીને બહાર ફરવા લઈ જવાના બહાને પુણા નહેર પાસે - એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં પહેલેથી જ વિજય અને રત્નાકર સંતોષ હાજર હતા. બંનેએ રામવતીના હાથ- પગ પકડી રાખ્યા હતા. રત્નકારે ચપ્પુ વડે રામવતીનું ગળું કાપી નાંખી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ત્યારબાદ તેણીના શરીર પરના કપડાં કાઢી નાંખી માથું કપડામાં વીંટાળી તેઓ ચાલ્યા ગયા હતા.
ક્રાઈમ બ્રાંચને 20 વર્ષે વિજયને પકડવામાં સફળતા
લાશની ઓળખાય નહીં એ માટે વિજયે માથું પુણા નહેરમાં ફેંકી દીધું હતું. હત્યા બાદ એ વતન ભાગી ગયો હતો. ક્રાઈમ બ્રાંચને 20 વર્ષે વિજયને પકડવામાં સફળતા મળી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે