દિવ્યાંગ યુવતી સાથે નરાધમે માણ્યું શરીરસુખ, લોહી લુહાણ હાલતમાં છોડીને ભાગ્યો, પછી...
ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની 28 વર્ષીય અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ થયું હતું.ભોગ બનનાર યુવતીનો પરિવાર સામાજિક પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન એકલતાનો લાભ લઈ એક ઇસમ અસ્થિર મગજની યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો.
Trending Photos
સંદીપ વસાવા/ઉમરપાડા: સુરતના છેવાડે આવેલ ઉમરપાડા તાલુકાના એક ગામમાં અસ્થિર મગજની યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક સબંધ બાંધી લોહીલુહાણ હાલતમાં છોડી ભાગી જનાર નરાધમને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત જિલ્લામાં દિન પ્રતિદિન હત્યા,રેપ,લૂંટ જેવી ગંભીર ગુનાઓની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉમરપાડા વિસ્તારમાં હવે ગુનેગારોને પોલીસ નો થોડો ઓન દર ના રહ્યો હોય તેમ છાસ વારે ગુણખોરોએ માઝા મૂકી છે. હત્યા, લૂંટ, મારમારી, દુષ્કર્મ જેવી ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે.
ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની 28 વર્ષીય અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ થયું હતું.ભોગ બનનાર યુવતીનો પરિવાર સામાજિક પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન એકલતાનો લાભ લઈ એક ઇસમ અસ્થિર મગજની યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને પોતાની હવસ સંતોષવા તેણે બળજબરી પૂર્વક અસ્થિર મગજની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેણે લઇને તે લોહી લુહાણ થઈ ગઈ હતી. પોતાની હવસ સંતોષી નરાધમ ભાગી ગયો હતો. સવારે ભોગ બનનારની બહેન આવતા તેણે પોતાની બહેનને લોહી લુહાણ હાલતમાં જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
સમગ્ર ઘટનાની જાણ તુરત ઉમરપાડા પોલીસને કરવામાં આવતા ઉમરપાડા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.અને ભોગ બનનાર યુવતી,અને તેના પરિવારજનોના નિવેદનો લેતા સામે આવેલું કે મુકેશ દેવસિંગ વસાવા નામના ઈસમે એકલતાનો લાભ લઇ આ કૃત્ય કર્યું છે.મુકેશને ગામ છોડી ભાગવાનો મોકો મળે એ પહેલાં જ પોલીસ તેના કોલર સુધી પહોંચી ગઈ હતી.પોલીસે આરોપીને દબોચી કડક પૂછપરછ કરતા નારાધમે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે