7 વર્ષમાં બગડી ગઈ સુરતના મેયર-કમિશનરની ગાડી, 77 લાખનો ધુમાડો કરીને નવી કાર ખરીદાશે

7 વર્ષમાં બગડી ગઈ સુરતના મેયર-કમિશનરની ગાડી, 77 લાખનો ધુમાડો કરીને નવી કાર ખરીદાશે
  • મેયર સહિતના 4 પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે કુલ 5 ઇનોવા કાર ખરીદવા 77 લાખનો ધુમાડો કરાશે
  • આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે

ચેતન પટેલ/સુરત :સુરત મહાનગર પાલિકામા મેયરના 5 કરોડ રૂપિયાના બંગલાને કારણે વિવાદ છેડાયો હતો. જો કે ત્યાર બાદ શાસકોને પ્રજાના પૈસા લીલાલેર કરવાનો શોખ જાગ્યો હોઈ તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની કાર 7 વર્ષમાં જ ખરાબ થઈ ગઈ. તમામ પદાધિકારીઓ માટે હવે લાખો રૂપિયાનો ધુમાડો કરીને નવી કાર ખરીદવામાં આવશે. 

7 વર્ષમાં ખરાબ થઈ ગઈ કાર 
સુરતના મેયર અને કમિશનરની કાર 7 વર્ષમાં જ ખરાબ થઈ. હવે તેમના માટે નવી 5 ઇનોવા ગાડી ખરીદાશે. 5 વર્ષમાં વારંવાર રિપેરીંગ ખર્ચ થતાં હોવાનું કારણ આપીને મેયર સહિતના 4 પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે કુલ 5 નવી ઈનોવા કાર ખરીદાશે. આ કાર ખરીદવા 77 લાખનો ધુમાડો સુરત મહાનગરપાલિકા દ્વારા કરાશે. આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે.

નવી ગાડીઓ ખરીદવા 77 લાખનો ધુમાડો કરશે 
મેયર સહિતના 4 પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે કુલ 5 ઇનોવા કાર ખરીદવા 77 લાખનો ધુમાડો કરાશે. 6 વર્ષ 11 મહિના અગાઉ 14 જુલાઇ 2014 ના રોજ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને કમિશનર માટે ખરીદાયેલી 4 ઇનોવા ગાડીનું રજિસ્ટ્રેશન કરાયું હતું. છેલ્લા 5 વર્ષમાં આ ગાડીઓ વારંવાર રિપેરીંગ માટે જતી હોવાનું અને ઘણો ખર્ચ થતો હોવાનું કારણ જણાવાયું છે. ત્યારે આ ફરિયાદ ઉઠતાં નવી કાર લેવાનું કારણ જણાવાયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news