ન્યૂડ વીડિયો વાયરલ કેસમાં ચોંકાવનારી હકીકત સામે આવી, પાકિસ્તાન ટ્રાન્સફર થતા હતા રૂપિયા

Crime News : આ આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યના સુરત, વડોદરા, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, કડી તેમજ ગુજરાત રાજ્યના બહારના અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર લોકો સાથે પણ છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું 

ન્યૂડ વીડિયો વાયરલ કેસમાં ચોંકાવનારી હકીકત સામે આવી, પાકિસ્તાન ટ્રાન્સફર થતા હતા રૂપિયા

Surat News ચેતન પટેલ/સુરત : સુરતના રાંદેર વિસ્તારની યુવતિના મોબાઈલ ફોન પર ન્યૂડ વીડીયો વાયરલ કરવાની ધમકી આપીને નાણાં ટ્રાન્સફર કરાવીને આત્મઘાતી પગલું ભરવા મજબુર કરનાર ત્રણ બિહારી આરોપીઓને અગાઉ 10 દિવસના રિમાન્ડ બાદ રાંદેર પોલીસે વધુ ચાર દિવસના રિમાન્ડ માંગયા હતા. એક મોટો ખુલાસો થયો છે જે ખુલાસો સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જુહી નામની મહિલાને નાણાં ટ્રાન્સફર કરાયા તે ઇમેઇલ આઇડી પાકિસ્તાનનું નીકળ્યું છે. આ ઉપરાંત અગાઉ ડીંડોલી તેમજ દ્વારકા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.

જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદી પિતાએ ફરિયાદ કરી હતી. તેઓએ ફરિયાદમાં લખાવ્યું કે, તેમની પુત્રીના મોબાઈલ પર ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 23 હજારથી વધુ નાણાં ઓનલાઈન એપ્લીકેશનથી ટ્રાન્સફર કરાવ્યા હતા. આ અંગે પિતાએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં રાંદેર પોલીસે બિહારના જમુઈ તાલુકા-જિલ્લાના સોનો ગામના વતની આરોપી અભિષેક રવિન્દ્રપ્રસાદ સિંગભૂમિહાર, સૌરભ રાજગજેન્દ્રસિંહ  રોશનકુમાર તથા વિજયપ્રસાદ સિંગની બિહારથી ધરપકડ કરી ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવ્યા હતા. 

રિમાન્ડ હેઠળના આરોપીઓ પાસેથી તેઓના મોબાઇલ ફોનમાં સઘન તપાસ કરતા અંદાજિત 72 થી વધુ અલગ અલગ યુપીઆઇ આઇડીઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત વોન્ટેડ મહિલા આરોપી જુહીના કહેવા પ્રમાણે, અલગ અલગ ભોગ બનનાર પૈસા પોતાના બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરી પોતાનો હિસ્સો કાપી લઈ બાકીના પૈસા રોજ રોજ ફાઇનાન્સ એપ્લિકેશન મારફતે યુએસડીટી ખરીદ કરતા. જુહીના જણાવેલ ઈમેલ આઇડી ઉપર ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા. જે ઇમેલ આઇડીની google માંથી માહિતી મંગાવતા તે ઇ-મેલ આઇડી મિલન જુલ્ફીકરના નામની પાકિસ્તાનનો હોવાનું તેમજ તેનો ip એડ્રેસ લાહોર પાકિસ્તાનનો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. 

આ આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યના સુરત, વડોદરા, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, કડી તેમજ ગુજરાત રાજ્યના બહારના અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર લોકો સાથે પણ છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ પાસેથી એમો જાણવા મળી હતી કે હાઈ પ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે એકબીજા સાથે મળી લોનના હપ્તા ભરવાના નામે ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પૂર્વક મરવા મજબૂર કરવા સુધી પૈસા કઢાવવા તેમજ પોતાનો હિસ્સો કાપી લઈ બાકીના પૈસા રોજરોજ ફાઇનાન્સ એપ્લિકેશન મારફતે યુએસડીટી ખરીદ કરી પાકિસ્તાન ખાતેના ઇમેલ આઇડી પર ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા. હાલ તો પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે, જે પૈકી એક ટીમ જુહીને પકડવા માટે આંધ્ર પ્રદેશ રવાના થઈ ગઈ છે. તેમજ મોબાઇલ ફોનમાં અલગ અલગ ઘણા બધા વર્ચ્યુઅલ નંબર મળી આવ્યા છે જેની તપાસ હાથ ધરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news