Surat Student Caught Cheating : વિદ્યાર્થીએ વાંચવાને બદલે કાપલી બનાવવામાં કરી મહેનત, ચંપલના સોલમાં ખાનું બનાવી કાપલી છુપાવી
Surat Student Copying in Exam : સુરત ચપલના સોલમાં ખાનું બનાવી વિદ્યાર્થીએ સંતાડી હતી કાપલી, સ્ક્વોડ પણ ચોંકી ગઈ, નર્મદ યુનિવર્સિટીમાં Bsc કેમેસ્ટ્રી થર્ડ સેમની એટીકેટીની પરીક્ષામાં વિદ્યાર્થી કરી રહ્યો હતો ચોરી
Trending Photos
Surat Student Kept Copy in Shoe Sole : પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ અવનવા નુસ્ખા અપનાવતા હોય છે. હવે તો ટેકનોલોજીથી ચોરી કરતા થયા છે. પરંતું સુરતના એક વિદ્યાર્થીએ પરીક્ષામાં ચોરી કરવા જે નુસ્ખો અપનાવ્યો, તેનાથી તો સ્કવોડની ટીમ પણ ચોંકી ગઈ હતી. આ વિદ્યાર્થીએ ચોરી કરવા માટે ચંપલમાં નકલ છુપાડી હતી.
બન્યું એમ હતું કે, નર્મદ યુનિવર્સિટીમાં બીએસસી કેમેસ્ટ્રી થર્ડ સેમની એટીકેટીની પરીક્ષામાં એક વિદ્યાર્થી ચોરી કરી રહ્યો હતો. સ્ક્વોડને આ બાબતે શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ હાથ ધરવામાં આવતા જાણ્યું કે, તે માઇક્રો ઝેરોક્ષમાંથી લખતો હતો. આ બાદ સ્કવોડની ટીમે તેને પકડી પાડ્યો હતો. આ બાદ તેની ચોરીની સ્ટાઈલ જોઈ સ્કવોડ પણ ચોંક્યુ હતું.
વિદ્યાર્થીએ ચંપલના સોલમાં ખાનું બનાવીને તેમાં કાપલી છુપાવીને લાવ્યો હતો. તેનું ચપ્પલનું સોલ ચેક કરતા તેમાંથી ધડાધડ કાપલીઓ નીકળી હતી.
આ પણ વાંચો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે