સુરત: લોકભાગીદારીથી બન્યું કોર્પોરેટ ઓફિસ જેવું સ્પેશિયલ ‘પોલીસ સ્ટેશન’,જાણો ખાસિયત
લોકો પોલીસ સ્ટેશનમાં જવાનું હંમેશા ટાળતા હોય છે, કારણ કે પોલીસ મથકનો માહોલ એવો હોય છે કે, લોકો તેના પગથીયાં ચઢવાનું વિચારતા નથી. જોકે સુરતમાં લોક ભાગીદારીથી પોલીસ મથકો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જે કોઈ કોર્પોરેટ ઓફીસ જેવું જ છે. કોઈ પણ પોતાની ફરિયાદ લઇને આવે તેને સંપૂણ સંતોષ થાય તેવો માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Trending Photos
તેજશ મોદી/ સુરત: લોકો પોલીસ સ્ટેશનમાં જવાનું હંમેશા ટાળતા હોય છે, કારણ કે પોલીસ મથકનો માહોલ એવો હોય છે કે, લોકો તેના પગથીયાં ચઢવાનું વિચારતા નથી. જોકે સુરતમાં લોક ભાગીદારીથી પોલીસ મથકો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જે કોઈ કોર્પોરેટ ઓફીસ જેવું જ છે. કોઈ પણ પોતાની ફરિયાદ લઇને આવે તેને સંપૂણ સંતોષ થાય તેવો માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તમને એટલું જરૂર જણાવી દઈએ કે 40000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું આ પોલીસ મથક છ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઈમારત ભલે બહારથી તમને કોઈ કોર્પોરેટ કંપનીની ઓફીસ દેખાતી હોય, તેની અંદરનો માહોલ પણ કોર્પોરેટ ઓફીસ જેવો જ છે. જોકે એક વાત ચોક્કસ છે કે, આ બિલ્ડિંગ ખરેખર કોની છે તે જાણી જરૂરથી કેટલાક લોકો અહીં આવાનો એક વખત તો ઇનકાર કરી જ દેશે. આ કોઈ કોર્પોરેટ ઓફીસ નથી પરતું સુરતના કતારગામ વિસ્તારમાં બનેલું પોલીસ મથક છે.
સ્થાનિક લોકોની ભાગીદારીથી આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કારખાના આવ્યા છે. ત્યારે ઉધોગકારોની ઈચ્છા હતી કે લોકોની સુવિધા માટે એક આઇકોનિક પોલીસ મથક બનાવવામાં આવે. લોકોએ પોલીસ અધિકારીઓ અને સરકાર સામે પ્રસ્તાવ મુક્યો, જે મંજુર થતા, 2014માં લોકભાગીદારીથી પોલીસ મથક બનાવવાનું શરુ કરાયું, શરૂઆતમાં તેનો ખર્ચ ત્રણ કરોડની આસપાસનો આંકવામાં આવ્યો હતો. જોકે બાદમાં તે વધીને 6 કરોડની આસપાસ થયો હતો, જોકે લોકોએ સંપૂર્ણ ખર્ચ ઉઠાવી લીધો હતો.
જૂનાગઢ: એલર્ટ બાદ તણાવની સ્થતિમાં વિધિવત ધ્વજારોહણ સાથે ‘કુંભ’નો પ્રારંભ
મહત્વની વાત એ છે કે આ પોલીસ મથક બનાવવા માટે જે 40 લોકોએ પણ દાનું આપ્યું છે તેમાં થી કોઈની પણ સામે કોઈ પોલીસ કેસ નોંધાયા નથી. 40000 સ્કવેર ફીટમાં બનેલા પાંચ માળના બિલ્ડિંગમાં પોલીસ સ્ટાફ ટ્રેનિંગ માટે 150 બેઠકવાળું ઓડિટોરીયમ છે. તો 100 પોલીસકર્મીઓ આરામ કરી શકે તેવી બેરેકની વ્યવસ્થા પન્કારવામાં આવી છે. પોલીસકર્મીઓને રીલેક્ષ થવા ખાસ પ્રકારના ધ્યાનઅક્ષની સુવિધા છે. સીસીટીવી કેમેરા, વાઈફાઈ સહિતની આધુનિક સુવિધા અહીં રાખવામાં આવી છે.
નાના બાળકો માટે કલરફુલ ચિલ્ડ્રન કોર્નર બનાવાયું. પોલીસકર્મીઓ માટે ટેરેસ પર અદ્યતન જીમ બનાવવામાં આવ્યું છે, અહીં ખાસ કરીને મહિલાઓને સેલ્ફ ડીફેન્સની ટ્રેનીંગ આપવાનું પણ પોલીસનું આયોજન છે. આટલી મોટી ઈમારત હોવાથી તેનું મેન્ટેનન્સ પણ વધુ આવશે, જેથી ખાસ ભંડોળ ઉભું કરાયું છે, સાથે જ વિજળીનું બીલ ઓછું આવે તે માટે રૂફટોપ સોલાર પ્લાન્ટ પણ બનાવાયો છે. એટલે કે એક પ્રકારે સ્માર્ટની સાથે ગ્રીન બિલ્ડિંગ વાળું છે કતારગામ પોલીસ સ્ટેશન.
અમદાવાદ: CCTV કેમેરા પર કલર સ્પ્રે મારી, ગેસ કટરથી ATM કાપ્યું અને કરી લાખોની ચોરી
આગામી દિવસોમાં પોલીસ મથકમાં ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે, જેમાં કતારગામ વિસ્તારનું ક્રાઈમ મેપિંગ કરવામાં આવશે, જેનો ઉપયોગ પોલીસ આરોપીઓ પર નજર રાખવામાં કરશે, કયા વિસ્તારમાં કયા પ્રકારનો ક્રાઈમ થાય છે અથવા તો કયા પ્રકારના ક્રિમીનલ રહે છે, તેની માહિતી ભેગી કરવામાં આવશે. આ સાથે જ પોલીસ સ્ટેશન આવનારા અરજદારને કોઈ તકલીફ ન પડે તે માટે કિયોસ્ક સીસ્ટમ મુકાશે, જેથી ફરિયાદો પોતાની ફરિયાદનું સરળતાથી નિરાકણ કરી શકે, તો સાથે પોલીસની કામગીરીથી નારાજ વ્યક્તિ સીધી ઉપરી અધિકારીને આ સીસ્ટમ થકી ફરિયાદ કરી શકશે.
સાથે જ કોઈ ગુનામાં પકડાયેલા આરોપીને જોઈ કસ્ટડીમાં રાખવામાં આવે તો તેને સુધારવા માટે ખાસ વિડીયો બતાવવામાં આવશે, કસ્ટડી સામે મુકવામાં આવેલા ટીવીમાં આધ્યાત્મિક અને માનસિક રીતે પરિવર્તન થાય તેવા વિડીયો પ્રસારિત કરવામાં આવશે. કતારગામ પોલીસ મથકનું ઉદ્દઘાટન 28મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે, આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી અને પોલીસ વડા પણ હાજર રહેશે.
.
એક ખાસ માછલીની લાલચમાં ભારતીય માછીમારો પાકિસ્તાન સુધી પહોંચી જાય છે
લોકોએ પોલીસ માટે આરામદાયક અને સુવિધાઓ વાળું પોલીસ મથક તો બનાવ્યું છે, જોકે જરૂર માટે પોલીસ મથક બદલવાની નથી પરતું ખુદ પોલીસકર્મીઓએ પોતાની માનસિકતા બદલવાની પણ છે. કારણ કે સતત કામના ભારણ વચ્ચે કામ કરતા પોલીસકર્મીઓ પોતાની વાણી અને વર્તન અરજદાર સાથે સુધારે તો તેમની કામગીરીમાં બદલવા તો આવશે જ પરતું તેનો ફાયદો પ્રજાને પણ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે