ગુજરાતમાં અહીં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ! જાણો કેવી રીતે ઓપરેટ થતો હતો સટ્ટો?
કડોદરા નગર પાલિકા પાછળ આવેલા ઠાકોરજી કોમ્પ્લેક્ષના એક ફ્લેટમાં કડોદરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા. દરોડા દરમ્યાન ફ્લેટમાં ગઈકાલે રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પર સટ્ટો રમાડતા 5 જેટલા લોકો મળી આવ્યા હતા.
Trending Photos
સંદીપ વસાવા/કડોદરા: કડોદરા પોલીસે ઓનલાઈન સટ્ટો બેટિંગ રમાડતા ગેંગને ઝડપી પાડી છે. કડોદરા નગર પાલિકા પાછળ આવેલા ઠાકોરજી કોમ્પ્લેક્ષના એક ફ્લેટમાં કડોદરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા. દરોડા દરમ્યાન ફ્લેટમાં ગઈકાલે રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પર સટ્ટો રમાડતા 5 જેટલા લોકો મળી આવ્યા હતા.
આ તમામ આરોપીઓ ઓનલાઈન એપ્લિકેશન વડે આઈડી પાસવર્ડ આપી રાજ્યના અલગ અલગ જિલ્લામાં સટ્ટો બેટિંગનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. ફ્લેટમાંથી પોલીસને સટ્ટો બેટિંગ રમવા માટે ઉપયોગમાં લેવાતા 14 જેટલા મોબાઈલ, 2 ટેબ્લેટ, તેમજ 2 લેપટોપ અને આરોપીની એક ફોર વિહલર કાર પણ મળી આવી હતી.
પોલીસે બટુક સોંનપાલ ,કુણાલ સોંનપાલ, જય રાણા, પ્રતીક લોઢિયા, પ્રવીણ ઢીમ્મર નામના આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ઓનલાઈન સટ્ટો રમનારા, નવસારી, સુરત શહેર, ગોંડલ સહિત અન્ય જિલ્લાના 30 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે 3 લાખ રોકડ અને અન્ય સામાન મળી 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે