સુરતમાંથી કંજર ગેંગની 6 મહિલાઓ ઝડપાઈ, એક પછી એક ગુનાની કબૂલાત સાંભળી પોલીસ પણ ચોકી...
રાજમાર્ગ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બરની દુકાનમાં મને ટ્રાન્સફર દુકાન ચલાવતા દુકાનદારને નજર ચૂકવીને 9 લાખ રૂપિયા ભરેલ બેંક લઈને આ મહિલાઓ ભાગી છૂટી હતી.
Trending Photos
સંદીપ વસાવા/કડોદરા-બારડોલી: સુરત જિલ્લાના કડોદરા પોલીસે કડોદરા નુરી મીડિયા નજીકથી કંજર ગેંગની છ મહિલાઓની અટકાયત કરી હતી. ખાવાનું અને ભીખ માંગવાના બહાને મહિલાઓ જે તે દુકાનોમાં પ્રવેશીને દુકાનદાર ની નજર ચૂકવી ને લાખોને ચોરી કરી ફરાર થઈ જતા હતા. બારડોલી નગરમાં આ જ રીતે રાજમાર્ગ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બરની દુકાનમાં મને ટ્રાન્સફર દુકાન ચલાવતા દુકાનદારને નજર ચૂકવીને 9 લાખ રૂપિયા ભરેલ બેંક લઈને આ મહિલાઓ ભાગી છૂટી હતી.
ગરીબ અને ભોળી ગરીબ દેખાતી છ મહિલાઓ આજીવિકા માટે પેટિયું રળતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. પરંતુ આ મહિલાઓ જેઓ દુકાનો માં દુકાનદારને નજર ચૂકવીને ચોરી કરવામાં માહિર છે. છ જેટલી મહિલા ઓ સુરત જિલ્લાના બારડોલી ખાતે સૌ પ્રથમ રાજમાર્ગ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બરની મની ટ્રાન્સફર ની દુકાને નિશાન બનાવી હતી. અને બાળકો માટે જમવાનું માગીને દુકાનદારની નજર ચૂકવીને 9 લાખ રૂપિયા ભરેલ બેંક લઈને ભાગી છુટી હતી. જેથી બારડોલી પોલીસ હરકતમાં આવી આ મહિલાઓ કડોદરા તરફ ભાગી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી બારડોલી પોલીસે કડોદરા પોલીસની મદદ લીધી હતી. અને બારડોલી પોલીસ અને કડોદરા થી કડોદરા નૂરી મીડિયા નજીકથી નાના બાળકો સાથે આ છ મહિલાઓની પોલીસ અટકાયત કરી લીધી હતી.
કડોદરા પોલીસે 6 જેટલી મહિલાઓની અટકાયત કરતા તેઓની ગુનાની કબૂલાત સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી. છ મહિલાઓ પૈકી સુનીતા ઉર્ફે મમતા પરમાર મુખ્ય સૂત્રધાર છે. જેની વિરોધ માં સુરત જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, જુનાગઢ, પોરબંદર સહિત ના જિલ્લાઓ માં આ જ પ્રકારની તરકીબથી ચોરી કરતા અનેક ગુનાઓ નોંધાય હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મિત્તલ મિત્તલ ઉર્ફે નીતા પવાર, સપના આર્યન પવાર સહિતની તમામ મહિલાઓ સામે પણ વલસાડ, ખેડા અને ભરૂચ જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યાનો પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
પોલીસે ઝડપેલ આ છ જેટલી મહિલાઓ નાના બાળકો નું ઓથું લઈને જે તે નાની મોટી દુકાનોને નિશાન બનાવે છે. અને તેઓ પોતે કંજર ગેંગથી ઓળખાતી આવી છે. હાલ કડોદરા પોલીસે આ મહિલાઓની અટકાયત કરીને બારડોલી ના મની ટ્રાન્સફર ની દુકાનમાંથી ચોરી નો પણ ભેદ ઉકેલી કાઢ્યો હતો. અને સાથે જ નવ લાખ રૂપિયા પણ કબજે લીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે