સુરતમાં ફરી દુષ્કર્મ! કલાસીસમાં જ ટેટુ શીખવા આવતી યુવતી પર યુવકે એકલામાં કર્યું એવું કામ કે...

Surat News: શહેરના ઉધના વિસ્તારમાં મૂળ આગ્રાની 19 વર્ષીય યુવતી ટેટુ શીખવા માટે એક ખાનગી ક્લાસીસમાં જતી હતી. ત્યાં તેની સાથે કલાસીસમાં આકાશ નામના યુવક આવતો હતો. પરંતુ આ યુવતની યુવતી પર ગંદી નજર હતી.

સુરતમાં ફરી દુષ્કર્મ! કલાસીસમાં જ ટેટુ શીખવા આવતી યુવતી પર યુવકે એકલામાં કર્યું એવું કામ કે...

ચેતન પટેલ/સુરત: રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના ગુનાઓ વધતા જઈ રહ્યા છે, ત્યારે ડાયમંડ નગરી સુરતમાં 19 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.  શહેરના ઉધના વિસ્તારમાં 19 વર્ષીય યુવતી ટેટુ શીખવા આવતી હતી જેના પર કલાસીસમાં સાથે આવતા આકાશ નામના યુવકે  દુષ્કર્મ કર્યું છે. આરોપીએ બદકામ કરીને યુવતીને બદનામ કરવાની ધમકી આપી ચૂપ રહેવા જણાવ્યું હતું. દુષ્કર્મ કર્યાના પાંચ દિવસ બાદ યુવતીએ હિંમત દાખવી ઉધના પોલીસે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના ઉધના વિસ્તારમાં મૂળ આગ્રાની 19 વર્ષીય યુવતી ટેટુ શીખવા માટે એક ખાનગી ક્લાસીસમાં જતી હતી. ત્યાં તેની સાથે કલાસીસમાં આકાશ નામના યુવક આવતો હતો. પરંતુ આ યુવતની યુવતી પર ગંદી નજર હતી. એક દિવસ ટેટુ શીખવાના કલાસીસમાં જ એકલતાનો લાભ ઉઠાવી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું.

આ પણ વીડિયો જુઓ:-

આરોપી યુવકે યુવતી સાથે બદકામ કર્યા બાદ બદનામ કરવાની ધમકી આપી હતી અને કોઈને ના કહેવા જણાવ્યું હતું. આ ઘટના બાદ યુવતી ગુમસૂમ રહેતી હતી, પરંતુ દુષ્કર્મ કર્યાના પાંચ દિવસ બાદ યુવતીએ હિંમત દાખવી ઉધના પોલીસે ફરિયાદ નોંધાવી હતી. 

આ ઘટનાની માહિતી મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તાબડતોડ તપાસ કરીને આરોપી આકાશની ધરપકડ કરી છે. હવે ઉધના પોલીસ આરોપી પાસેથી વધુ માહિતી જાણવાની કોશિશ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news