પથ્થરદિલ માણસને પણ રડાવતો કિસ્સો; પિતાની આંખની સામે લાડકવાયી દિકરી પટકાઈ, ભારે હૃદયે વિદાય

સુરત શહેરમાં અવારનવાર મજૂર શ્રમિકોના કામ કરતા કરતા નીચે પટકાઈ જવાથી મોતના કિસ્સાઓ  સામે આવતા હોય છે.જ્યારે મોટાભાગના કિસ્સાઓમાં તો શ્રમિક મજૂરોને કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીના સાધનો નહીં આપવાના આવતા હોવાનું સામે આવતું હોય છે.

પથ્થરદિલ માણસને પણ રડાવતો કિસ્સો; પિતાની આંખની સામે લાડકવાયી દિકરી પટકાઈ, ભારે હૃદયે વિદાય

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં પિતાની આંખની સામે જ પુત્રીનું પાંચમા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું છે.અડાજણ પાલ ખાતે રાત્રી દરમિયાન નવનિર્મિત બિલ્ડીંગનું સ્લેબ ભરવાનું કામ ચાલતું હતું.કામ કરતા કરતા અચાનક ચેરલ નામની યુવતી નીચે પટકાઈ હતી.કામ કરી રહેલા મજૂરો દોડી આવ્યા હતા. યુવતીને હોસ્પિટલમાં લઈ ગયા હતા.હોસ્પિટલમાં યુવતીને સારવાર મળે તે પહેલાં તબીબીએ મૃતક જાહેર કર્યો હતો.

સુરત શહેરમાં અવારનવાર મજૂર શ્રમિકોના કામ કરતા કરતા નીચે પટકાઈ જવાથી મોતના કિસ્સાઓ  સામે આવતા હોય છે.જ્યારે મોટાભાગના કિસ્સાઓમાં તો શ્રમિક મજૂરોને કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીના સાધનો નહીં આપવાના આવતા હોવાનું સામે આવતું હોય છે. વધુ એક કિસ્સો સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બન્યો છે. પાલ ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા રિસ્તારેસ નામની નવનિર્મિત બિલ્ડિંગનું મજૂરોને લઈ સ્લેબ ભરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. 22 વર્ષીય ચહેરા નામની યુવતી પણ પોતાના પિતા સાથે સ્લેબ ભરવાનું કામ કરી રહી હતી. રાત્રી દરમિયાન કામ કરતાં કરતાં યુવતી પિતાની આંખની સામે જ અચાનક નીચે પટકાઈ હતી. ઘટનાને લઈને પિતા સહિત કામ કરી રહેલા મજૂરો દોડી આવ્યા હતા. યુવતીને તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં યુવતીને સારવાર મળે તે પહેલા જ તબીબએ મૃતક જાહેર કર્યો હતો.

મૂળ મધ્ય પ્રદેશના વતની રાકેશભાઈ ભીડીયા પાલ ખાતે જ બની રહેલ નવનિર્મિત બિલ્ડીંગના બાંધકામ સાઈટ પર પુત્રી સાથે રહે છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં પુત્રી સાથે બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરી વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા છે.રાત્રી દરમિયાન નવનિર્મિત બની રહેલી બિલ્ડીંગના પાંચમા માળે સ્લેબ ભરતી વખતે તેમની આંખની સામે જ 22 વર્ષીય પુત્રીનું નીચે પટકાઈ જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

મહત્વનીએ છે કે આ કોઈએ એક ઘટના નથી સુરત શહેરમાં અવારનવાર શ્રમિક મજૂરોના બાંધકામ દરમિયાન નીચે પટકાઈ જવાથી મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં તો કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવતી હોય છે. કોન્ટ્રાક્ટરો બાંધકામ શરૂ કરતી વખતે શ્રમિક મજબૂરોને કોઈ પણ પ્રકારના  સેફ્ટીના સાધનો આપ્યા વિના જ કામ કરાવવામાં આવતું હોય છે. 

ત્યારે અડાજનના પાલ વિસ્તારમાં પણ 22 વર્ષીય યુવતીને કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો નહીં આપવામાં આવતા તેનું અચાનક નીચે પડી જવાથી મોતની નીપજ્યું છે. યુવતીને સેફટીના સાધનો આપ્યા હોય તો જીવ બચી શકતે.હાલ તો સમગ્ર મામલે આડાજન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news