શાબાશ સુરત પોલીસ! દોઢ વર્ષની બાળકી ગુમ થતાં પોલીસે 300 CCTV કેમેરા ચેક કર્યા, આ રીતે શોધી
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેદવાડ ખાતે રહેતા લવલેશભાઈ શ્રીકરણ ખેંગરની દોઢ વર્ષની દીકર દીક્ષા અચાનક ઘરથી ગાયબ થઈ ગઈ છે. બાળકીનું કોઈએ અપહરણ કરી લીધું છે તેવી માહિતી પરિવારે પોલીસને આપી હતી.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ભેદભાડ ખાતે દોઢ વર્ષની બાળકી ગુમ થઈ જતા પોલીસે 300 સીસીટીવી કેમેરા તપાસી બાળકીને શોધી કાઢી પરિવારને સોંપી દીધી હતી.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેદવાડ ખાતે રહેતા લવલેશભાઈ શ્રીકરણ ખેંગરની દોઢ વર્ષની દીકર દીક્ષા અચાનક ઘરથી ગાયબ થઈ ગઈ છે. બાળકીનું કોઈએ અપહરણ કરી લીધું છે તેવી માહિતી પરિવારે પોલીસને આપી હતી. પાંડેસરા પોલિસે ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. મહત્વની વાત એ છે કે પાંડેસરા વિસ્તારમાં ભૂતકાળમાં રેપ વીથ મર્ડરની ઘટના પણ સામે આવી ચૂકી છે. જ્યારે પોલીસે ગંભીરતા સાથે તાત્કાલિક સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં એક દંપતી બાળકીને ઉચકીને લઈ જતા નજરે પડ્યા હતા. દંપતીએ બાળકીનું અપહરણ કરી લઈ જતા હોય તેવી શંકા પોલીસને લગતા એક નહીં પરંતુ માત્ર ગણતરીના કલાકમાં 300 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસી કાઢ્યા હતા. સીસીટીવી ફૂટેજ ના આધારે આખરે બાળકી સુધી પહોંચી હતી.
પાંડેસરા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર ખાતે રહેતા 23 વર્ષીય નન્હે મોહમ્મદ રહેમદ અબ્દુલ્લા ઘરે બાળકી મળી આવી હતી. પોલીસે દંપતિની પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે બાળકી ગુમ થઈ ગઈ હતી. જ્યારે આ દંપતીએ બાળકીને લઈને તેના પરિવારને પણ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાળકીના પરિવારજનો નહીં મળી આવતા આખરે આ દંપતી બાળકીને પોતાના ઘરે લઈ આવ્યા હતા.
મહત્વની વાત છે કે પાંડેસરા વિસ્તારમાં ભૂતકાળમાં નાની બાળકીઓ સાથે રેપ વિથ મર્ડરની ઘટનાઓ સામે આવી ચૂકી છે. પાંડેસરા પોલીસને બાળકીનું અપહરણ થઈ ગયું હોવાની ફરિયાદ મળતા પોલીસ ચોકી ઉઠી હતી. અને તાત્કાલિક પોલીસ કર્મચારીઓ ઘટના પરના સીસીટીવી ફૂટેજ ની તપાસવાની કામગીરી લાગી ગયા હતા. આખરે પોલીસે 300 જેટલા સીસીટી ફૂટેજ ની તપાસ કરી બાળકીને સહી સલામત રીતે શોધી કાઢી હતી અને બાળકીને પરિવારને સોંપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે