આવો કોલ આવે તો ચેતી જજો! એક મહિલા સહિત 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા, ચાલતું હતું આ કામ!

સુરત(Surat) : સુરતમાં ગેરકાયદે (Illegal) ચાલતા કોલ સેન્ટર (Call Center) પર પોલીસે લાલ આંખ કરી છે. મોટા વરાછામાંથી (Mota Varacha) બોગસ કોલ સેન્ટર ઝડપાયાના ગણતરીના દિવસોમાં જ સલાબતપુરા વિસ્તારમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાતા ચર્ચાનો વિષય બન્યો છે.

 આવો કોલ આવે તો ચેતી જજો! એક મહિલા સહિત 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા, ચાલતું હતું આ કામ!

ચેતન પટેલ/સુરત: શહેરમાં ચાલતા કોલ સેન્ટરો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સલાબતપુરા પોલીસે વધુ એક કોલ સેન્ટર પર છાપો મારી એક મહિલા સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતા. ઓનલાઇન એન્ટરીના ના નામે જે તે લોકો પાસેથી પૈસા પડાવતા હતા. તેમની પાસેથી કોમ્યુટર, પેન ડ્રાઇવ અને મોબાઈલ સહિત રૂ 2.55 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. 

સુરતના સલાબતપુરામાં ગેરકાયદેસર ચાલી રહેલા કોલ સેન્ટર પર બાતમીના આધારે પોલીસનો છાપો માર્યો હતો. જેમાં મહિલા સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. 80થી 85 ટકા નીચે કામ થાય તો કોન્ટ્રાકટર ભંગના નામે રૂપિયા પડાવવામાં આવતા હતા. 

કોન્ટ્રાકટ ભંગના નામે પોલીસ કેસ કરવાની ધમકી આપી વકીલના લેટર પેડ પર નોટિસ મોકલવામાં આવતી હતી. કેસ કરવાની ધમકી ઓનલાઈન અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા પડાવી લેવામાં આવતા હતા.આરોપીઓ દ્વારા ગુગલ પર કવિકર.ડો.કોમ પર પૈસા ભરી ગ્રાહકોના મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી મેળવવામાં આવતી હતી. 

ગ્રાહકોનો વોટ્સએપ ઠકી સંપર્ક કરવામાં આવતો હતો. આરોપીઓએ “પ્રિવેન્ટ એન્ટરપ્રાઇઝ “નામથી કંપની શરૂ કરી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા. કોલ સેન્ટર પરથી પોલીસે બે કોમ્પ્યુટર સેટ,નવ મોબાઈલ,કી-પેડવાળા 11 મોબાઈલ,લેપટોપ,પેનડ્રાઇવ સહિતનો રૂ 2.55 લાખની મત્તાનો મુદ્દામાલ કર્યો જપ્ત કરાયો છે. 

પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ ડાનીશ સલીમ શાહ, કામિલ શેખ, અર્શદ રફત, સાકીર પઠાણ, ઇમરાન મણિયાર, સાહિલના રિયેલી સહિત સાનિયા સાકીર આસિફ પઠાણ જણાવ્યું હતું. આ ટોળકીએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news