સુરત: સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા એફઆરસીનો સ્કૂલ સંચાલકોએ કર્યો વિરોધ

સુરત શહેરમાં વાલીઓ સતત ફી વધારા અંગે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા બેફામ થતો ફી વધારો રોકવા માટે રાજ્ય સરકારે એફ.આર.સીની રચના કરી હતી. જોકે એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલી ફીનો અમલ સ્કુલ સંચાલકો દ્વારા કરવામાં ન આવતો હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો હતો.

સુરત: સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા એફઆરસીનો સ્કૂલ સંચાલકોએ કર્યો વિરોધ

તેજશ મોદી/સુરત: સુરત(Surat) શહેરમાં વાલીઓ સતત ફી વધારા અંગે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા બેફામ થતો ફી(School Fees) વધારો રોકવા માટે રાજ્ય સરકારે એફ.આર.સીની રચના કરી હતી. જોકે એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલી ફીનો અમલ સ્કુલ સંચાલકો દ્વારા કરવામાં ન આવતો હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો હતો. ત્યારે એફઆરસી (FRC) દ્વારા વર્ષ 2019-20 માટેની પ્રોવિઝનલ ફીની જાહેરાત કરવામાં આવી હતી. એફ.આર.સીએ જે ફી નક્કી કરી છે તે વર્ષ 2018-19ના વર્ષની જ હોવાનું જણાઈ આવતા સ્કૂલ સંચાલકોએ એફઆરસીના નિર્ણયનો વિરોધ કર્યો છે. 

150થી વધુ ખાનગી સ્કૂલોના સંચાલકો દ્વારા એફ.આર.સીના સભ્યો સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા. સંચાલકોનું કહેવું છે કે, હાલમાં સ્કુલ ચલાવવા માટે ખર્ચાઓ ખૂબ વધી હશે. મોંઘવારીના કારણે સ્કૂલના શિક્ષકોની ફી સહિતની વસ્તુઓ ખૂબ જ મોંઘી થઈ છે. તો બીજી તરફ મંદી ચાલી રહી છે. જેના કારણે સ્કૂલનો નિભાવ ખર્ચ કરવો મુશ્કેલ પડી ગયો છે. સ્કુલ ચલાવવા માટે 20થી25 ટકા સુધીનો ફી વધારો કરવાનું સૂચન એફઆરસી સમક્ષ કરવામાં આવ્યું છે. જોકે મંદિરની સ્થિતિને ધ્યાનમાં રાખી ફી વધારો માત્ર 7 થી 10% સુધીનો કરવાની માંગણી એફઆરસી સમક્ષ કરવામાં આવી છે.

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર હવે માત્ર આટલી કિંમતમાં મળશે ‘એસી ડિલક્સ રૂમ’

ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ દિપક રાજ્યગુરુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો એફ.આર.સી દ્વારા ફી વધારાને મંજૂરી આપવામાં નહીં આવે તો દિવાળી બાદ સ્કૂલો ચલાવવું સંચાલકો માટે મુશ્કેલ બનશે આવી સ્થિતિમાં સ્કૂલો બંધ પણ કરવામાં આવી શકે છે. આમ ફી વધારો નહીં થાય તો શૈક્ષણિક કાર્ય બંધ કરવાની સીધી વાત સંચાલકોએ કરી છે.

રાજ્યમાં 1 ઓક્ટોબરથી લાગુ થશે નવી ‘ડિઝિટલ સ્ટેમ્પીંગ’ વ્યવસ્થા

બીજી તરફ એફ.આર.સીના અધ્યક્ષનું કહેવું છે કે, ખાનગી શાળાના સંચાલકોએ કરેલી રજૂઆત સાંભળવામાં આવી છે, તે અંગે યોગ્ય તપાસ કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે મહત્વની વાત એ છે કે, છેલ્લા કેટલાય સમયથી વાલીઓ સતત ફી વધારા અંગે રજૂઆત કરતા હતા. જેના પગલે એફ.આર.સી દ્વારા ફી વધારા પર બ્રેક મારવામાં આવી છે. જેથી હવે સ્કૂલ સંચાલકોએ દબાણની રાજનીતિ શરૂ કરી છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news