અહો આશ્ચર્યમ! ગાયના છાણમાંથી તૈયાર કરાયો કલર, આ પેઈન્ટની ખાસિયતો જાણીને માથું ખંજવાળતા રહી જશો!

સુરત વન વિભાગ અંતર્ગત આવનાર વન વિભાગ અધિકારી અને કર્મચારીઓની કોલોની સહિત ચેકપોસ્ટ અને ચોકીઓને પણ આ ઇકો ફ્રેન્ડલી કલરથી રંગવામાં આવશે.

અહો આશ્ચર્યમ! ગાયના છાણમાંથી તૈયાર કરાયો કલર, આ પેઈન્ટની ખાસિયતો જાણીને માથું ખંજવાળતા રહી જશો!

ચેતન પટેલ/સુરત: સુરત વન વિભાગની કચેરીને ગાયના છાણમાંથી બનેલા કલરથી રંગવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આવી પહેલ કરનાર સુરત પ્રથમ શહેર છે. છાણમાંથી બનેલો આ ઈકોફ્રેન્ડ્લી કલર એન્ટિફંગલ, વોશૅબલ અને એન્ટી બેકટેરિયલ છે. સાથે ઝેરી તત્વોથી તે મુક્ત હોય છે. સાથે જ આ કલરની ખાસિયત એ છે કે સામાન્ય રીતે બજારમાં મળતા કલરથી તે 20 થી 30 ટકા ઓછી કિંમતે મળે છે. 

ગાયના છાણમાં પ્રાકૃતિક રંગો ઉમેરીને આ કલર બનાવવામાં આવ્યો છે. આ પેઈન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે થર્મલ ઈન્સ્યુલેટર તરીકે કામ કરે છે. એટલે કે તે ગરમીને રોકે છે. સુરત વન વિભાગ અંતર્ગત આવનાર વન વિભાગ અધિકારી અને કર્મચારીઓની કોલોની સહિત ચેકપોસ્ટ અને ચોકીઓને પણ આ ઇકો ફ્રેન્ડલી કલરથી રંગવામાં આવશે.

સુરત વન વિભાગની કચેરીને એક ખાસ કલરથી રંગવામાં આવી રહી છે, જ્યારે બજારમાં અનેક પ્રકારના બ્રાન્ડેડ કલર છે ત્યારે સુરત વન વિભાગની કચેરીને ગાયના છાણથી બનાવવામાં આવેલા પેઇન્ટ થી કલર કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રથમ પહેલ છે જોકે સુરત વન વિભાગની કચેરી જ નહીં પરંતુ સુરત વન વિભાગ અંતર્ગત આવનાર વન વિભાગ અધિકારી અને કર્મચારીઓની કોલોની સહિત ચેકપોસ્ટ અને ચોકીઓને પણ આ ઇકો ફ્રેન્ડલી કલર થી રંગવામાં આવશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 23, 2023

સુરતના અડાજણ વિસ્તાર ખાતે આવેલા વન વિભાગની કચેરીને ખાસ પ્રાકૃતિક પેન્ટ થી કલર કરવામાં આવી રહ્યો છે. આ ઇકો ફ્રેન્ડલી કલરની વાત કરવામાં આવે તો એનો ઈમલેશન અને ડિસ્ટેમ્પર અન્ય કલર કરતા જુદો છે. આ કલર એન્ટિફંગલ ,વોશૅબલ અને એન્ટી બેકટેરિયલ હોય છે, સાથે જ નોન ટોક્સિક હોવાના કારણે પર્યાવરણને અનુકૂળ છે. 

આ કલરની ખાસિયત છે કે સામાન્ય અને બજારમાં મળનાર કલર કરતાં 20 થી 30 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે.જે પ્રકારની કલરની જરૂરિયાત હોય તેના કુદરતી રંગ દ્રવ્યથી એને અન્ય રંગોથી મિશ્રિત કરવામાં આવે છે એટલું જ નહીં કાર્બનિક વાઈન્ડર ના કારણે તેની ફાસ્ટિંગ પ્રક્રિયા વધુ મજબૂત થઈ જાય છે. આ સંપૂર્ણ રીતે વૈદિક કલર છે જેના કારણે ગામના પશુપાલકોને પણ લાભ થઈ રહ્યો છે ,એટલું જ નહીં આ કલર માટે પાંચ વર્ષની વોરંટી પણ આપવામાં આવતી હોય છે. 

બીજી ખાસિયતની વાત કરવામાં આવે તો બહાર કેટલી પણ ગરમી હોય પરંતુ આ કલર જે પણ બિલ્ડીંગમાં લગાવવામાં આવ્યા હોય તેની અંદર તેની ગરમી અનુભવ થતી નથી.આત્મનિર્ભર ભારત અંતર્ગત પ્રથમવાર ખાદી કમિશન દ્વારા પ્રાકૃતિક ખાદી કલર ની જાહેરાત કરવામાં આવી હતી. પ્રાકૃતિક રંગદ્રવ્ય સહિત આ ગાયના છાણની પેઇન્ટ છે. ખાસ કરીને અમે અમારા ફોરેસ્ટ વિભાગની બિલ્ડીંગને કલર કરવા માટે આનો ઉપયોગ કરી રહ્યા છે. ગાયના છાણમાંથી આ તૈયાર થયેલ છે જેથી આ થર્મલ ઇન્સ્યુલેટર છે, સાથો સાથ આ એન્ટી બેક્ટેરિયલ તેમજ એન્ટી ફંગલ પણ છે. પાંચ વર્ષની વોરંટી સાથે આ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી કલર છે.

સૌથી અગત્યની વાત એ છે કે આ નેચરલ કલર અન્ય કલર કરતા 20 થી 30 ટકા સસ્તો હોય છે. આવનાર દિવસોમાં વન વિભાગની જે કોલોની છે ચોકીઓ, ચેકપોસ્ટ પર આ કલરથી પેઇન્ટ કરવાનું આયોજન અમે કરી રહ્યા છે. ખાદી પેન્ટના ડીસ્ટેમ્પર અને એમોર્જન ના કારણે આ થર્મલ ઇન્સ્યુલેટર હોય છે. ભીષણ ગરમીમાં પણ આના કારણે રાહત મળી શકે છે. આની અંદર કોઈ હેવી મટીરીયલનો પણ નો વપરાશ કરવામાં આવતો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news