સુરતના ઉધનામાં ભંગારના વેપારી પર ધોળા દિવસે ફાયરિંગ, જાણો સમગ્ર ઘટનાની રસપ્રદ હકીકત

જો કે સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો હતો આ સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી.

સુરતના ઉધનામાં ભંગારના વેપારી પર ધોળા દિવસે ફાયરિંગ, જાણો સમગ્ર ઘટનાની રસપ્રદ હકીકત

પ્રશાંત ઢીવરે/સુરત: ઉધના વિસ્તારમાં ભંગારના વેપારી પર થયેલા ફાયરિંગના ચકચારી પ્રકરણમાં સુરત ક્રાઈમ બાંચની ટીમે એક સગીર સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત આરોપીને પીસ્ટલ આપનાર ઇસમની પણ ધરપકડ કરાઈ છે. આરોપીઓ નવસારીમાં એક વકીલની હત્યા કરવા જઈ રહ્યા હતા તે પહેલાં જ સુરત ક્રાઈમ બાંચની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સુરતના ઉધના વિસ્તારમાં ભંગારની દુકાન ધરાવતા વેપારી જાવીદ સલીમ શાહ પોતાની દુકાને હાજર હતા તે વેળાએ બાઇક પર આવેલા બે લોકોએ તેના પર ફાયરિંગ કર્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો હતો આ સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ઉધના વિસ્તારમાં ફાયરિંગ કરનારા આરોપીઓ ભીમરાડ વિસ્તારમાં બાઇક તેમજ લોડેડ પીસ્ટલ સાથે હાજર છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓને પકડવા માટે ત્યાં પહોંચી હતી દરમ્યાન પોલીસને જોઈ આરોપીઓએ ભાગવા જતા તેઓની બાઇક પોલીસની ફોરવહીલ સાથે અથડાઈ હતી જેમાં ફોરવહીલની એરબેગ પણ ખુલી ગયી હતી તેમજ બોનેટના ભાગે પણ નુકશાન થયું હતું બીજી તરફ આરોપીઓ બાઇક પરથી પડી જતા માથાના અને કપાળના ભાગે ઇજાઓ થઈ હતી.

આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સગીર તેમજ ઉધના ખાતે રહેતા સંજય ઉર્ફે સંજુ રમેશભાઈ તિવારી (ઉ.21) ને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીઓ પાસેથી બે લોડેડ પીસ્ટલ, 7 નંગ કાર્તિઝ, એક બાઇક મળી કુલ 1 લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી.પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા 10 દિવસ પહેલા તેઓને આ પીસ્ટલ પાંડેસરા ખાતે રહેતા ભાવેશ ઉર્ફે લાલા ભરવાડ મેર ઇસમે આપી હોવાનું કબુલ્યું હતું જેથી પોલીસે આરોપીઓને પીસ્ટલ આપનાર પાંડેસરા ખાતે રહેતા ભાવેશ ઉર્ફે લાલો રામુભાઈ મેરને પણ ઝડપી પાડ્યો હતો..

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા ફાયરિંગ કરનાર આરોપી સંજય ત્રિવારીની આબિત નામના ઈસમ સાથે લાંબા સમયથી દુશ્મની ચાલી આવતી હતી. આશરે 3 મહિના પહેલા આબિતએ પોતાના માણસો દ્વારા સનજયના માણસો પર ચપ્પુ વડે કમર ના ભાગે હુમલો કરાવ્યો હતો જેમાં તેના ભાઈને ઇજા થતાં બદલો લેવા જાવીદ ને મારવા અવાર નવાર રેકી કરી હતી. ગતરોજ આરોપીએ ઉધના નંબર નવ નંબર ખાતે આવેલ ભંગારની દુકાન પર જાવીદ પર ફાયરિંગ કરી હતી. 

આરોપીઓની વધુ કડક પૂછપરછ માં સામે આવ્યું હતું કે 10 દિવસ પહેલા લાલા ભરવાડે આરોપી સંજયને નવસારીમાં એક વકીલ પર ફાયરિંગ કરવાની સોપારી આપી બે લોડેડ પીસ્ટલ અને જીવતા કાર્ટુસ આપ્યા હતા અને નવસારીમાં વકીલ ફાયરિંગ પહેલા જાવીદ પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ આરોપીઓ લાલા ભરવાડે આપેલી સોપારી મુજબ નવસારીમાં વકીલ પર ફાયરિંગ કરવા નીકળ્યા હતા.વધુમાં ઝડપાયેલો આરોપી સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારી રીઢો ગુનેગાર છે અને તેની સામે ભૂતકાળમાં ડીસીબી પોલીસ મથકમાં આર્મ્સ એકટ, પાંડેસરા પોલીસ મથકમાં લૂંટ, લીંબાયત પોલીસ મથકમાં લૂંટ, ઉધના પોલીસ મથકમાં મોબાઈલ સ્નેચિંગ અને પાંડેસરા પોલીસ મથકમાં વાહન ચોરીનો ગુનો નોંધાયો હતો.

સુરત ક્રાઇમ બ્રાંચના પી.આઈ. લલિત વાગડીયાએ જણાવ્યું હતું કે આરોપીઓને પીસ્ટલ આપનાર આરોપી ભાવેશ ને નવસારીના એક વકીલ સાથે દુશ્મનાવટ હતી જેથી વકીલની હત્યા કરવા બાબતે આરોપીને પીસ્ટલ આપી હતી પરંતુ આરોપી નવસારી પહેલા પોતાનો બદલો લેવા ફાયરિંગ કર્યું હતું ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news