સુરત આગકાંડ: ફરાર બિલ્ડરને દબોચવા ક્રાઈમ બ્રાન્ચની ટીમો અમદાવાદ-સૌરાષ્ટ્ર રવાના 

સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત બાદ સમગ્ર ગુજરાત અને દેશમાં ખુબ હાહાકાર મચી ગયો છે.

સુરત આગકાંડ: ફરાર બિલ્ડરને દબોચવા ક્રાઈમ બ્રાન્ચની ટીમો અમદાવાદ-સૌરાષ્ટ્ર રવાના 

ચેતન પટેલ, સુરત: સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત બાદ સમગ્ર ગુજરાત અને દેશમાં ખુબ હાહાકાર મચી ગયો છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. તદઉપરાંત ફાયર વિભાગના 2 અધિકારીઓ ઉપર પણ તવાઈ આવી અને તેમને સસ્પેન્ડ કરાયા છે. આ સમગ્ર મામલે બે બિલ્ડિંગ માલિકો અને ટ્યૂશન ક્લાસના સંચાલક સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટ્યૂશન સંચાલક ભાર્ગવ બુટાણીની ગત મોડી રાતે ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે બિલ્ડિંગના બિલ્ડરો ફરાર છે. બિલ્ડર હસમુખ વેકરિયાને શોધવા માટે ક્રાઈમબ્રાન્ચ કામે લાગી છે. આ સમગ્ર મામલે તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી સરવૈયાને સોંપવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ ફરાર બિલ્ડર હસમુખ વેકરિયાને પાતાળમાંથી પણ શોધી કાઢવાના મૂડમાં છે ક્રાઈમ બ્રાન્ચ. આ માટે ક્રાઈમ બ્રાન્ચે 8 ટીમો બનાવી છે. ટીમોને અમદાવાદ અને સુરત માટે રવાના કરી દેવાઈ છે. કોઈ પણ રીતે બિલ્ડરને દબોચવા માટે ચક્રો ગતિમાન કરાઈ રહ્યાં છે. 

જુઓ Live TV:-

અત્રે જણાવવાનું કે એક નાની ચિંગારીમાંથી મોટું સ્વરૂપ ધારણ કરી લીધેલી આ આગે દેશના આશાસ્પદ એવા 22 વિદ્યાર્થીઓના જીવના ભોગ લીધા હતાં. આ ઘટના બાદ ફાયર વિભાગ અને પ્રશાસન સામે મોટા સવાલ ઊભા થયા હતાં. ફાયર વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news