સુરત આગકાંડ : વાલીઓ તરફી વકીલની કારમાંથી થઈ અગ્નિકાંડના દસ્તાવેજોની ચોરી

સુરત આગ કાંડમાં 22 માસુમ વિદ્યાર્થીઓ હોમાયા હતા, જેમનો કેસ હાલ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓ તરફી વકીલના કારમાંથી દસ્તાવેજની ચોરી કરવામાં આવી હતી. બેગમાંના ડોક્યુમેન્ટ્સ ચોર દ્વારા ભંગારની દુકાને પહોંચ્યા હતા.
સુરત આગકાંડ : વાલીઓ તરફી વકીલની કારમાંથી થઈ અગ્નિકાંડના દસ્તાવેજોની ચોરી

તેજસ મોદી/સુરત :સુરત આગ કાંડમાં 22 માસુમ વિદ્યાર્થીઓ હોમાયા હતા, જેમનો કેસ હાલ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓ તરફી વકીલના કારમાંથી દસ્તાવેજની ચોરી કરવામાં આવી હતી. બેગમાંના ડોક્યુમેન્ટ્સ ચોર દ્વારા ભંગારની દુકાને પહોંચ્યા હતા.

MLAને આબુ લઈ જવાના કોંગ્રેસના નિર્ણય બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કર્યો મોટો ધડાકો

પ્રાપ્ત માહિતી અનુસાર, તક્ષશીલા આગ કાંડમાં એડવોકેટ યાહ્યા મુખ્તિયાર શેખ વિદ્યાર્થીઓના વાલી તરફી કેસ લડી રહ્યાં છે. 1 જુલાઈના રોજ સુરતના અડાજણ પાટિયા પાસે ઝૈનબ બંગ્લોઝ પાસે તેમની કાર પાર્ક કરેલી હતી. ત્યારે તેમની કારનો કાચ તોડીને બેગની ચોરી કરવામાં આવી હતી. આ બેગમાં તક્ષશિલા સહિત કેટલાક કેસોના કાગળો મૂકાયેલા હતા. તક્ષશિલા આગ કેસના કેટલાક મહત્વના દસ્તાવેજો પણ ચોરાયા હતા. પરિવારજનોએ કરેલી એફિડેવિટના અગત્યના કાગળો આ બેગમાં હતા. જેના બાદ એડવોકેટ શેખે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

આ ચોરી બાદ એડવોકેટ શેખે નિવેદન આપતા કહ્યું હતું કે, તક્ષશિલા કેસની ફાઈલ ગઈ છે, પરંતુ દરેકની નકલો અમારી પાસે જ છે અને બેગ ચોરાઈ તે પહેલા તમામ વાંધા અરજીઓ અને સોગંદનામા કોર્ટમાં મૂકાઇ ગયા હતા. તેથી તે સંબંધે કોઈ નુકસાન નથી થયું. 

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, ત્રણ દિવસ ધોધમાર વરસશે
 
ચોર દ્વારા ચોરી કરાયેલા ડોક્યુમેન્ટ્સ ભંગારની દુકાને પહોંચ્યા હતા. ચોરે ડોક્યુમેન્ટ્સ નકામા ગણીને ભંગારના દુકાને વેચ્યા હતા. જોકે, ભંગારની દુકાનના માલિકે ફાઈલ પરથી એડવોકેટ શેખનો નંબર મેળવીને તેમને આ માહિતી આપી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news