નરેન્દ્ર મોદી પર PHD કરી સુરત જિલ્લા કોર્ટના વકીલ બન્યા ડોક્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન કોઈ ગાથાથી ઓછી નથી. આરએસએસના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની મહેનતના દમ પર નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા હતા. 2014માં પહેલી વખત કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ પાર્ટીને જંગી બહુમત મળ્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી કે પ્રભાવિત થઈને સુરતના એક વકીલે તેમના ઉપર પી.એચ.ડી કરવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ થયેલી વકીલની મહેનત નવ વર્ષ બાદ રંગ લાવી છે. હાલમાં જ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ વકીલની થિસીસને મંજૂર કરી તેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
Trending Photos
તેજશ મોદી/સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન કોઈ ગાથાથી ઓછી નથી. આરએસએસના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની મહેનતના દમ પર નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા હતા. 2014માં પહેલી વખત કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ પાર્ટીને જંગી બહુમત મળ્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી કે પ્રભાવિત થઈને સુરતના એક વકીલે તેમના ઉપર પી.એચ.ડી કરવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ થયેલી વકીલની મહેનત નવ વર્ષ બાદ રંગ લાવી છે. હાલમાં જ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ વકીલની થિસીસને મંજૂર કરી તેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
સુરતમાં અને જિલ્લાની કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા સુરતના એડવોકેટ મેહુલ ચોકસીએ એક ખાસ સિદ્ધિ મેળવી છે. તેઓ એક ખાસ વિષય પર પીએચડી થયા છે. આ વિશે જાણીને તમે પણ ચોંકી જશો. એડવોકેટ મેહુલ ચોકસીએ પોતાના પી.એચ.ડી ની થીસીસ તૈયાર કરવા માટે એવા વિષયને પસંદ કર્યો જેની ઉપર અત્યાર સુધી અનેક પુસ્તકો લખવામાં આવ્યા છે. અમે વાત કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે એડવોકેટ મેહુલ ચોક્સીએ તેમની કાર્યપ્રણાલીથી અને તેમની કામ કરવાની પધ્ધતિ થી એટલી હદે પ્રભાવિત થઈ ગયા કે પોતાની પીએચડી કરવા માટે નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સ વિષયને પસંદ કર્યો.
તેઓએ જણાવ્યુ કે, છેલ્લા 9 વર્ષથી તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સને લઇ રિસર્ચ કરી અને તેની ઉપર થીસીસ તૈયાર કરી છે જે માટે તેઓએ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને મળેલા ગુડ ગવર્નન્સને લઈ તમામ એવોર્ડ અને યોજનાઓ પર રિસર્ચ કર્યું છે અને ખાસ ડેટા કલેક્ટ કર્યા છે. મેહુલ ચોકસી માટે વડાપ્રધાનના ગુડ ગવર્નન્સ ઉપર તૈયારી કરવી કોઈ સહેલુ કામ ન હતું કારણ કે તેઓએ જ્યારે વડાપ્રધાનના ગુડ ગવર્નન્સ ઉપર PHD કરવાનુ વિચાર્યું હતું ત્યારે વડાપ્રધાન ગુજરાતના મુખ્યપ્રધાન હતા પોતાના વિષય અનુસાર જ્યારે તેઓએ તે સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર રિસર્ચ કરવાનું શરૂ કર્યું.
પોતાની રિસર્ચમાં વકીલ મેહુલ ચોક્સીએ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં થયેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ખેડૂતો, મહિલાઓ, બાળકો તમામ માટે ખાસ યોજનાઓ બનાવવામાં આવી હતી. જ્યોતિગ્રામ યોજનાથી લઈને કન્યા ઓ માટેની યોજનાઓનો ઉલ્લેખ મેહુલે પોતાની રિસર્ચમાં નોંધ કરી છે. મહત્વનું છે કે, 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ 2013માં નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા વડાપ્રધાન પદના દાવેદાર જાહેર કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાના દમ પર અને આવડતથી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને માત આપી જંગી બહુમતી મેળવી હતી.
નરેન્દ્ર મોદી પહેલા એવા વડાપ્રધાન હતા જે ગૈર કોંગ્રેસી હતા. અને તેમની સરકારને સંપૂર્ણ બહુમત મળ્યો હતો. મેહુલ ચોક્સીએ પોતાની રિસર્ચમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો છે. નરેન્દ્ર મોદીની સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિપક્ષ માટે વિવાદાસ્પદ રહેલી નોટ બંધી અને જીએસટીનો પણ ઉલ્લેખ રિસર્ચમાં કરાયો છે. મેહુલનું કહેવું છે કે, નોટબંધી બાદ ભલે વિરોધ થયો હોય પરંતુ ઉત્તર પ્રદેશમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી બહુમતીએ સાબિત કરે છે કે, નોટબંધીને લોકોએ સ્વીકારી છે. એવી જ રીતે જીએસટી મુદ્દે પણ શરૂઆતના વિરોધ થયો હતો પરંતુ નરેન્દ્ર મોદીએ ત્યારે પણ કહ્યું હતું કે, જીએસટીમાં સમયાંતરે જરૂર પડી બદલાવ કરવામાં આવશે. અને થયું પણ એવું જ છે શરૂઆતમાં અઘરો લાગતો જીએસટી આજે સરળ થઈ રહ્યો છે.
આમ જોઈએ તો નરેન્દ્ર મોદીનો કાર્યકાળ સૌથી સફળ રહ્યો છે. મેહુલ ચોકસી જણાવે છે કે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવુ વ્યક્તિત્વ છે જ મુસીબતોમાંથી પણ રસ્તો બનાવી વિજય પ્રાપ્ત કરે છે. તેમના ગુડ ગવર્નન્સના કારણે જ ગુજરાત એક એવું રાજ્ય હતુ જેનો કૃષિ દર 5.6 વધારે રહ્યો છે. 2019ની લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે મેહુલનું કહેવું છે કે, આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે, પાકિસ્તાન અને આતંકવાદીઓને સૌથી મજબૂત જવાબ નરેન્દ્ર મોદી આપ્યો છે.
સર્જીકલ સ્ટ્રાઈક કરીને નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને બતાવી દીધું છે કે ભારત શું કરી શકે છે, તો બીજી તરફ કૂટનીતિક દ્રષ્ટીએ પણ પાકિસ્તાનને દુનિયામાં અલગ-થલગ કરી દેવાયું છે આ સૌથી મોટી ઉપલબ્ધિ નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી છે ક્યારે થઇ છે આમ 2019માં પણ આ મુદ્દો મહત્વનો બની રહેશે. આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક ચાહકો વિશે જાણવા મળે છે પરંતુ આજે એક એવા એડવોકેટ છે જેઓ વડાપ્રધાનની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ ડોક્ટરેટની ડિગ્રી મેળવી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે