સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો બાઇક ચોરી રેકેટનો પર્દાફાશ, OLX પરથી કરતા હતા આરસીબુકની ચોરી

સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે OLX પરથી વેચાાણ માટે મુકવામાં આવેલા બાઇકના સ્નેપશોટ અને આરસી બુક ડાઉનલોડ કરી, ત્યારબાદ પરથી બનાવટી સ્માર્ટકાર્ડ આરસીબુક બનાવતી હતી. જે બાદ બનાવટી આરસીબુક સાથે ચોરી કરેલા બાઇક લોકોને વેચાણ કરતા હતા

સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો બાઇક ચોરી રેકેટનો પર્દાફાશ, OLX પરથી કરતા હતા આરસીબુકની ચોરી

ચેતન પટેલ, સુરત: સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે OLX પરથી વેચાાણ માટે મુકવામાં આવેલા બાઇકના સ્નેપશોટ અને આરસી બુક ડાઉનલોડ કરી, ત્યારબાદ પરથી બનાવટી સ્માર્ટકાર્ડ આરસીબુક બનાવતી હતી. જે બાદ બનાવટી આરસીબુક સાથે ચોરી કરેલા બાઇક લોકોને વેચાણ કરતા હતા. જે વાહન ચોરીના રેકેટનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી કુલ 23 જેટલી ચારીની બાઇક જપ્ત કરી શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના 24 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

જો તમે ઓનલાઇન વેબસાઈટ પર મુકેલા ફોટો જોઇ અને વાહન ખરીદી કરવાનો શોખ રાખો છો, તો આ અહેવાલ તમારા માટે લાલબતી સમાન છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ ગેંગના બે માણસો આવી જ કંઇક મોડ્સ ઓપરેનડીથી વાહન ચોરીનું રેકેટ ચલાવતા હતા. વ્યવસાયે કાપડ દલાલ અને હીરા ઓફિસમાં કામ કરતા દિવ્યશ મધુભાઇ પટોળીયા સહિત રીકેશ રમેશભાઇ માંગરોળિયાંની સુરત ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના રેકેટમાં ધરપકડ કરી કુલ 23 જેટલા ચોરી વાહનો જપ્ત કર્યા છે.

ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન બંને આરોપીઓએ આ વાહનો સરથાણા, કાપોદ્રા, વરાછા, અમરેલી, અઠવા સહિત ઉમરા પોલીસ મથકમાંથી વર્ષ 2020 દરમિયાન ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. જે ચોરીના વાહનો જુદા જુદા લોકોને વેચી મારવામાં આવ્યા હતા. વાહનો અન્ય લોકોને કઇ રીતે વેચાણ કરવામાં આવતા હતા. તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ઊંડાાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે કરેલી પૂછપરછ દરમિયાન આરોપીઓ સૌ પ્રથમ OLX પર વેચાણ માટે મુકવામાં આવેલ નંબર પ્લેટ સાથેની મોટર સાયકલનો સ્નેપશોટ પાડી લેતા હતા.

ત્યારબાદ ઓનલાઈન મુકવામાં આવેલા બાઇકની આરસીબુક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી બનાવટી સ્માર્ટકાર્ડ આરસીબુક તરીકે ઉપયોગમાં લેતા હતા. જે આરસીબુકનો ચોરી કરેલી બાઇકમાં ઉપયોગ કરતા હતા. મહત્વની વાત એ છે કે, OLX પર જે બાઇકની નંબર પ્લેટનો નંબર ઓરીજનલ હોય છે, તે જ નંબરની અલગથી નંબર પ્લેટ બનાવી ત્યારબાદ ચોરીના વાહનોમાં તેનો ઉપયોગ કરી એક અલગ જ મોડ્સ ઓપરેન્ડીથી પોતાના ગુનાને અંજામ આપતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news