સુરતના તનયના હેલિકોપ્ટર જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે, અનેક લોકો કરી ચૂક્યા છે વખાણ

ઘણીવાર નાના બાળકો એવી કમાલ કરી બતાવે છે, જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ત્યારે સુરતના 7 વર્ષના ક્રિકેટ પ્રેમી બાળક તનય જૈને એવું કરી બતાવ્યું છે કે તેના વખાણ દેશના ક્રિકેટર પણ કરી રહ્યા છે. તનયના હેલિકોપ્ટર શોર્ટ્સ જોઈને સૌ કોઈ દંગ છે. ક્રિકેટરથી કોમેન્ટેટર બનેલા આકાશ ચોપરા પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તનયના હેલિકોપ્ટર શોટના વખાણ કરી ચૂક્યા છે.  
સુરતના તનયના હેલિકોપ્ટર જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે, અનેક લોકો કરી ચૂક્યા છે વખાણ

ચેતન પટેલ/સુરત :ઘણીવાર નાના બાળકો એવી કમાલ કરી બતાવે છે, જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ત્યારે સુરતના 7 વર્ષના ક્રિકેટ પ્રેમી બાળક તનય જૈને એવું કરી બતાવ્યું છે કે તેના વખાણ દેશના ક્રિકેટર પણ કરી રહ્યા છે. તનયના હેલિકોપ્ટર શોર્ટ્સ જોઈને સૌ કોઈ દંગ છે. ક્રિકેટરથી કોમેન્ટેટર બનેલા આકાશ ચોપરા પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તનયના હેલિકોપ્ટર શોટના વખાણ કરી ચૂક્યા છે.  

તનયના હેલિકોપ્ટર શોટ્સને મળી 69 થી વધુ લાઈક્સ
મજુરાગેટ વિસ્તારમાં રહેતો તનય જૈન નાની ઉંમરનો એવો ક્રિકેટ પ્લેયર છે, જેના શોટ્સ જોઈને મોટા ક્રિકેટરો પણ આશ્ચર્યચકિત છે. આટલી નાની ઉંમરે તનયની રમત મોટાઓને હંફાવે એવી છે. તનયના હેલિકોપ્ટર શોટ્સ રમતા વીડિયો સોશિયલ મીડિયામાં પ્રચલિત થયા છે. જો કે તે માત્ર હેલિકોપ્ટર શોટ્સ જ નહિ, પરંતુ તે ક્રિકેટના દરેક પ્રકારના શોટ્સ રમે છે. કોરોનાકાળમાં પણ તે અલથાણ-પાંડેસરા વિસ્તારની ક્રિકેટ એકેડમીમાં દરરોજ આશરે ૮ થી ૯ કલાક જેવી પ્રેક્ટિસ કરે છે. તેને કાર્ટુનને બદલે ક્રિકેટ જોવાનું જ પસંદ છે અને તેમાંથી જોઈને શીખે પણ છે. ઓનલાઈન સ્ટડી કર્યા પછી તે રમવાને બદલે માત્ર ક્રિકેટની પ્રેક્ટિસ જ કરે છે. ક્રિકેટરથી કોમેન્ટેટર બનેલા આકાશ ચોપરાએ તનયના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વખાણ કર્યાં છે. જેને માત્ર ચાર દિવસમાં ૬૯ હજારથી વધુ લોકોની ઇન્સ્ટાગ્રામ પર લાઇક મળી છે. 

ગેજેટ્સને છોડીને ક્રિકેટ તરફ ધ્યાન ફોકસ
કોરોનાને કારણે જ્યારે આજના બાળકો મોબાઈલ ગેજેટ્સ તરફ વધુ આકર્ષિત થયા છે, ત્યારે તનય ક્રિકેટમાં પ્રેમ ધરાવે છે. જેથી તે કોઈ પણ ગેજેટ્સ તરફ આકર્ષાયો નથી. તનયે કહ્યું કે, બે કલાક ભણું છું અને આઠ કલાકથી વધુ સમય ક્રિકેટની પ્રેક્ટિસ કરું છું. મને હોલિકોપ્ટર શોટ ખૂબ જ ગમે છે. મારે વિરાટ કોહલી બનવું છે. ભારત માટે તે ક્રિકેટ રમવા ઇચ્છે છે. 

કોરોનામાં શાળા બંધ હતી, તો  તેણે ક્રિકેટ પર ફોકસ કર્યું 
તનયના પિતા જીનેશ જૈને જણાવ્યું હતું કે, તનય બીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે ચાર વર્ષનો હતો ત્યારથી જ મેચ જોતો હતો. પરંતુ ઉંમરમાં નાનો હોવાના કારણે ત્યારે તેને ક્રિકેટમાં મુક્યો ન હતો. પરંતુ હાલ જ જ્યારે કોરોનાના કારણે શાળાઓ બંધ હતી. ત્યારે તેને ક્રિકેટમાં રસ હોવાના કારણે તેને ક્રિકેટ એકેડમીમાં દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝેશન વગેરેનું ધ્યાન રાખી ચોકસાઈથી તેનું કામ કરે છે. દેશના પ્રખ્યાત કોમેન્ટેટર જ્યારે તેની પ્રશંસા કરે ત્યારે તેઓને ખૂબ જ ખુશી થાય છે. અમે ઈચ્છીએ છીએ કે તે મોટો થઈ ભારત માટે રમે અને વર્લ્ડકપ લાવે.

તેના કોચ સની સિંઘે કહ્યું કે, છેલ્લા આઠ મહિનાથી તે ક્રિકેટ શીખી રહ્યો છે. પરંતુ તે તેની ઉંમર કરતાં વધારે સમજદાર છે. તેનો ગ્રાસ્પિંગ પાવર અને લિસનિંગ પાવર તેની ઉંમરના અન્ય બાળકો કરતા વધુ છે. તેને હેલિકોપ્ટર શોટ પ્રિય છે પરંતુ તે પ્રોફેશનલી બધા જ શોર્ટ્સ રમે છે. તે બેક ટુ બેક ૭ થી ૮ શોટ રમે છે. અમે તનયને મિસ્ટર 30 ડિગ્રી બોલાવીએ છે. તે કોઈપણ શોટ સહેલાઈથી રમી શકે છે. અમે તેના માતા-પિતાને જણાવ્યું હતું કે તેને કોઈપણ ગેજેટ્સથી દૂર રાખવામાં આવે. જેથી તેનું ધ્યાન તેના લક્ષ્ય ઉપર રહે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news