બાપા આવા હોય તો દીકરા તથ્ય પટેલ જેવા જ થાય ને, પિતાના ખોળામાં બેસી દીકરાએ ચલાવી કાર

Surat Video : હાઈકોર્ટની ફટકાર બાદ પણ નબીરાઓ પર લગામ નથી લાગી રહી. હાઈકોર્ટની ફટકાર બાદ પણ રોડ પર બેફામ ડ્રાઈવિંગ યથાવત છે. નબીરાઓ પોલીસની ડ્રાઈવના ધજાગરા ઉડાવી રહ્યા છે

બાપા આવા હોય તો દીકરા તથ્ય પટેલ જેવા જ થાય ને, પિતાના ખોળામાં બેસી દીકરાએ ચલાવી કાર

Surat News : ગુજરાતમાં રફ્તારની મજા લેતી રીલ્સમાં મોટેભાગે કાયદા અને નિયમોના ધજાગરા ઉડતા જોવા મળે છે. ખાસ કરીને સુરતીઓ રીલ્સ બનાવવામાં છાકટા બન્યા છે. ત્યારે સુરતમાં સગીર કાર ચલાવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. પિતાએ સગીરને ખોળામાં બેસાડી સ્ટિયરિંગ હાથમાં આપી દીધું છે. વ્યસ્ત રસ્તા પર કાર ચલાવતો બાળક અકસ્માત સર્જી શકે છે તેવો આ નજારો હતો. પરંતું આ વીડિયો જોઈને એટલુ જ કહી શકાય કે, આવા બાપા હોય તો દીકરા તથ્ય પટેલ જેવા જ થાય ને. બાળકને હાથમાં સ્ટિયરિંગ આપતા વાલી સામે કાર્યવાહી જરૂરી છે. થોડા દિવસ પહેલા પણ સુરતમાં આવી ઘટના સામે આવી હતી, જે બાદ પોલીસે બાળકના પિતા સામે કાર્યવાહી કરી હતી. 

સુરતમાં વધુ એક નાના ટાબરિયો સ્ટિયરિંગ પકડી ફોર વ્હીલ કાર ડ્રાઇવિંગ કરતો વિડિયો વાયરલ થયો છે. વાયરલ વિડિયો માં ખુદ કાર માલિક પિતા બાળકને પોતાના ખોળામાં બેસાડી બાળકને સ્ટિયરિંગ હાથમાં આપી કાર હંકારી રહ્યા છે. સુરતમાં એક તરફ, જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. છતાં આવી બેદરકારીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ એક વાલીની બેદરકારી સામે આવી હતી. સરથાણામાં કાર ચલાવતા બાળકનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ દ્વારા બાળકના પિતા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુ એક વિડિયોમાં પિતા સામે પોલીસ શું કાર્યવાહી કરે છે જોવું રહ્યું?

હાઈકોર્ટની ફટકાર બાદ પણ નબીરાઓ પર લગામ નથી લાગી રહી. હાઈકોર્ટની ફટકાર બાદ પણ રોડ પર બેફામ ડ્રાઈવિંગ યથાવત છે. નબીરાઓ પોલીસની ડ્રાઈવના ધજાગરા ઉડાવી રહ્યા છે. નબીરાઓ તો નબીરા નાના બાળકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પરંતું સૂતેલી ગુજરાત પોલીસ ક્યારે જાગશે? આ બેફામ ડ્રાઈવરોને પકડો, પ્રજામાં ભયનો માહોલ ફેલાયો છે. લોકો રાત્રે રસ્તા પર નીકળતા ડરી રહ્યા છે. હાઈકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ પણ તંત્ર પર કોઈ અસર દેખાઈ નથી રહી. હવે પોલીસને રિલ્સનો નશો ઉતારવો પડશે. કાયદાનો કંટ્રોલ નહીં લાવવામાં આવે તો આ રિલ્સ કોઈના જીવ લઈ લેશે.

આજે અમદાવાદના એલિસ બ્રિજ પર કાર ચાલકે બાઈકને અડફેટે લીધો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. 22 વર્ષીય સાહીલ અજમેરી નામના યુવાને અકસ્માતમાં ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો છે. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ થઈ છે. જ્યારે રીસર્ચ ટીમે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો અહેવાલ બનાવવાની કામગીરી કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news