Surat: બિલ્ડરે લોનના રૂપિયા ન ભરતાં સીલ કર્યા ફ્લેટ, 42 પરિવારોને પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો

મોટા વરાછા (Mota Varachha) હેત્વી હાઈટ્સ (Hetvi Hights) માં પ્રાઈવેટ બેંક (Private Bank) દ્વારા સીલ મરાતા હોબાળો મચ્યો હતો.  હેતવી હાઈટ્સ માં ૪૮ જેટલા ફ્લેટો (Flats) સીલ મરાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

Surat: બિલ્ડરે લોનના રૂપિયા ન ભરતાં સીલ કર્યા ફ્લેટ, 42 પરિવારોને પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો

ચેતન પટેલ, સુરત: મોટા વરાછા (Mota Varachha) હેત્વી હાઈટ્સ (Hetvi Hights) માં પ્રાઈવેટ બેંક (Private Bank) દ્વારા સીલ મરાતા હોબાળો મચ્યો હતો.  હેતવી હાઈટ્સ માં ૪૮ જેટલા ફ્લેટો (Flats) સીલ મરાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

મોટા વરાછા હેતવી હાઈટ્સ (Hetvi Hights) માં પ્રાઈવેટ બેંક દ્વારા સીલ મરાતા હોબાળો મચ્યો હતો. અહી 48 જેટલા ફ્લેટો સીલ મારી દેવામાં આવ્યા હતા. અહીના રહીશ દર્શનભાઈ (Darshanbhai) એ જાણાવ્યું હતું કે બિલ્ડર પાસેથી ફ્લેટ લીધો હતો. બિલ્ડરે અગાઉ લોન લીધી હતી. અને ફ્લેટ (Flats) લીધા બાદ પણ લોન લીધી હતી. 

જો પહેલા લોન (Loan) ચાલતી હતી તો ફરી વખત લોન (Loan) કેવી રીતે મળી તે પણ એક સવાલ છે. ઋષિતાબેને જણાવ્યું હતું કે અમારા ઘરના દરવાજા તોડી નાખ્યા હતા. અમે વિનંતી કરી હતી કે અમે બંને બહેનો એકલી છીએ. 

તમે બીજા ફ્લેટ (Flats) નું કામ કરો ત્યાં અમારા માતા-પિતા આવી જાય ત્યારે તમે કાર્યવાહી કરજો પરંતુ અમારી એક સાંભળી ન હતી અને અમને ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news