સુરત: ડુમ્મસના દરિયા કિનારે ઉભેલા પાંચ તણાયા, ધોરણ 10 ભણતા અશ્વિનનું મોત
રવિવારના દિવસે મોટી સંખ્યામાં સુરતીઓ દરિયાકિનારે રજાની મજા માણવા માટે જતા હોય છે. જો કે સુરતના ડુમસ અને સુંવાલીના દરિયા કિનારા અસુરક્ષિત છે. જેને કારણે અનેક વખત લોકોના ડૂબી જવાના કારણે મોત થતા હોય છે. આવી જ એક ઘટના રવિવારે સાંજે ડુમસના દરિયા કિનારા ખાતે બની હતી.
Trending Photos
તેજશ મોદી/સુરત: રવિવારના દિવસે મોટી સંખ્યામાં સુરતીઓ દરિયાકિનારે રજાની મજા માણવા માટે જતા હોય છે. જો કે સુરતના ડુમસ અને સુંવાલીના દરિયા કિનારા અસુરક્ષિત છે. જેને કારણે અનેક વખત લોકોના ડૂબી જવાના કારણે મોત થતા હોય છે. આવી જ એક ઘટના રવિવારે સાંજે ડુમસના દરિયા કિનારા ખાતે બની હતી.
શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા કેટલાક લોકો રજાની મજા માણવા માટે ગયા હતા. દરિયામાં ભરતીનો સમય પૂરો થયો હતો. ત્યારે જ દરિયાના પાણીમાં ઉભેલા પાંચ લોકો તણાયા હતા. જોકે ત્રણ લોકોને સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા પરંતુ ધોરણ 10માં ભણતો અશ્વિન સંતોષ કટારે અને તેની પિતરાઈ બહેન કરિશ્મા વાગડોળે પાણીમાં તણાઇ ગયા હતાં.
સ્થાનિક લોકોએ અશ્વિનને ભારે મહેનતે બહાર કાઢ્યા હતાં, પરંતુ કરિશ્મા મળી ન હતી. જેની શોધખોળ ફાયર અને પોલીસે શરૂ કરી છે. મહત્વનું છે, કે સુરતમાં રવિવારે વરસાદી માહોલ હોવાથી દરિયા કિનારાના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ મઝા માણવા માટે આવતા હોય છે. જેથી દરિયા કિનારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે