કોણ છે ISKP આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલી સુરતની મહિલા, ગુજરાતમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ

આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલ સુમેરાબાનુના લગ્ન તામિલનાડુના યુવક સાથે થાય હતા. લગ્ન બાદ અઢી વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ સુમેરાબાનુ બે સંતાન સાથે સુરતના સૈયદપુરા ખાતે આવેલ બાગ A ફિઝા એપાર્ટમેન્ટમાં પિતાના ઘરે રહેતી હતી.

કોણ છે ISKP આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલી સુરતની મહિલા, ગુજરાતમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ

પ્રશાંત ઢીવરે/સુરત: ગુજરાત એટીએસ દ્વારા મોટુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એટીએસ દ્વારા પોરબંદરમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્સોની ધરપકડ કરાઈ છે. એટીએસ દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં ચારેય આતંકીઓના નામ સામે આવ્યાં છે. સુરતના સૈદપુરા ખાતેથી સુમેરાબાનુ નામની મહિલાની ધરપકડ કરવા આવી છે. 

કોણ છે સુરતની મહિલા સુમેરાબાનુ
આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલ સુમેરાબાનુના લગ્ન તામિલનાડુના યુવક સાથે થાય હતા. લગ્ન બાદ અઢી વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ સુમેરાબાનુ બે સંતાન સાથે સુરતના સૈયદપુરા ખાતે આવેલ બાગ A ફિઝા એપાર્ટમેન્ટમાં પિતાના ઘરે રહેતી હતી. સ્થાનિકોનું માનું છે કે સુમેરાબાનુ એપાર્ટમેન્ટમાં રહેતા કોઈપણ સભ્ય સાથે બોલતી ચાલતી ન હતી. ઘરમાં એટલી જ રહેતી હતી માત્ર બાળકોને સ્કુલે છોડવાનું લેવા જવા માટે જ બહાર નીકળતી હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના?
ગુજરાત એટીએસએ શ્રીનગરના ત્રણ યુવકોની પોરબંદર રેલવે સ્ટેશન પાસેથી અટકાયત કરી હતી. ત્રણે યુવકો આતંકવાદી ગતિવિધિ સાથે સંકળાયેલા હતા. તેવોની પૂછપરછ કરતા સુરતના સૈદપુરા ખાતે રહેતી સુમેરાબાનુ પણ આ ગતિવિધિઓ સાથે સંકળાયેલ હોવાનો ખુલાસો થયો હતો. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા 3ની અટકાયત કરાય હતી. 

પૂછપરછમાં મહિનાના નામનો ખુલાસો થયો હતો. ગુજરાત એટીએસ પોલીસ તાત્કાલિક સુરત આવી પહોંચી હતી અને સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી સૈયદપુરા ખાતે આવેલ બાગ A ફિઝા એપાર્ટમેન્ટમાં 103 નંબર પ્લેટમાં રહેતી સુમેરાબાનુ ધરપકડ કરી હતી. ATSએ સવારે 9 વગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી સુમેરાની પૂછપરછ કરી પંચનામું કર્યું હતું. સુમેરા પાસેપી ચાર મોબાઇલ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ ચારે આતંકીઓ પોરબંદર થી દરિયા માર્ગ અફઘાનિસ્તાન જવાની ફિરાકમાં હતા. દેશ છોડીને અફઘાનિસ્તાન જાય તે પહેલા જ ગુજરાત એટીએસએ આતંકી ઉમેદ, હાલાલ અને મોહમ્મદની ધરપકડ કરી હતી. ધરપકડમાં પૂછપરછ દરમિયાન સુરતના સૈયદપુરામાં રહેતી સુમેરાબાનુની ATSએ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસીની મદદથી સૈયદ અટકાયત કરી હતી. ચારેય જણા ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાનમાં ISKP વતી તેના આતંકવાદી ક્રુત્યમાં ભાગ લેવાના હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news