પિઝાને મળશે દેશી ટામેટાથી બનેલા સોસનો સ્વાદ, સુરત APM માર્કેટનો નવતર અભિગમ
Trending Photos
ચેતન પટેલ/સુરત :ટામેટાના ખેડૂતો હવે આત્મનિર્ભર બની રહે એ માટે સુરત એપીએમસી માર્કેટ દ્વારા ખાસ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં ટામેટાના ઉત્પાદન હંમેશાથી સારું રહ્યું છે અને ટામેટાની ખેતી કરનાર ખેડૂતોને યોગ્ય વળતર મળે અને ઉચ્ચ ગુણવત્તાના ટામેટાનો સદુપયોગ કરી શકાય. આ ઉદ્દેશથી સુરત એપીએમસી માર્કેટ વિદેશોમાં મળતા પીઝાના કેચઅપથી પણ સારો ગુણવત્તાવાળો કેચઅપ બનાવવાનું શરૂ કર્યું છે. જે સુરત સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવશે.
આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન, ‘મેટ્રો શહેરોમાંથી એક પણ કોરોના દર્દીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડાશે નહિ’
દેશભરમાં વિદેશી પીઝાના સ્વાદ રસિકોની સંખ્યા ઓછી નથી. પિઝામાં ખાસ કરીને જે કેચઅપ લગાડવા આવે છે તે ખાસ સ્વાદ મળી રહે એ માટે ખાસ વિદેશી કેચઅપ લગાડવામાં આવે છે. પરંતુ હવે વિદેશી કેચઅપનો સ્વાદ સ્વદેશી બ્રાન્ડમાં મળી રહે એ માટે સુરત એપીએમસી માર્કેટ ખેડૂતો પાસેથી ટામેટા લઈ ખાસ કેચઅપ તૈયાર કરી રહી છે. મોટાભાગના લોકો આવા કેચઅપ પસંદ કરતા હોય છે, જે વિદેશમાં બનાવવામાં આવે છે અને જેની કિંમત પણ વધારે હોય છે. પરંતુ હવે આ ક્ષેત્રે પણ ભારતના ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાના ઉદ્દેશથી સુરત એપીએમસી માર્કેટ દ્વારા એગ્રો યુનિટમાં ખાસ આ કેચઅપ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કેચઅપ માટે એપીએમસીએ અમેરિકન કેચઅપ
નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન પણ મેળવ્યું છે અને તમામ માપદંડોમાં ખરા ઉતર્યા બાદ આ કેચઅપનું પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદ : મેયરના કાર્યક્રમમાં હાજર રહેનાર મહિલા કોર્પોરેટરને કોરાના, AMC શાસકોમાં ફફડાટ ફેલાયો
આ અંગે સુરત એપીએમસી માર્કેટના ચેરમેન રમણ જાનીએ જણાવ્યું હતું કે, સુરત સહિત અન્ય રાજ્યોમાં ટામેટાના ઉત્પાદન ખૂબ જ સારું રહે છે અને ખેડૂતોને આ ટામેટા થકી યોગ્ય વળતર મળી રહે અને ટામેટા ખરાબ ન થાય તેમજ ખેડૂતોની સ્થિતિ સારી બની રહે આ હેતુથી સુરત એપીએમસીએ ખાસ અભિગમ શરૂ કર્યો છે. મોટાભાગે લોકો જે પિઝા ખાતા હોય છે તેમાં વિશિષ્ટ સ્વાદ માટે વિદેશી કેચઅપ લગાવતા હોય છે અને તેની ખરીદી પણ વિદેશથી પણ કરે છે. પરંતુ સુરત એપીએમસીએ પોતાના જ ખેડૂતો પાસે ઉત્પાદન થયેલા દેશી ટામેટા થકી તેનાથી પણ સારી ગુણવત્તાનો કેચઅપ તૈયાર કર્યો છે. જે સુરતના એપીએમસી માર્કેટ સહિત અન્ય સ્થળે મળી રહેશે.
રમત-રમતમાં બાળકનું માથુ કૂકરમાં ફસાયું, પછી હોસ્પિટલમાં થઈ જોવા જેવી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સારી ગુણવત્તાનો ટામેટાનો ઉપયોગ આ કેચઅપમાં કરવામાં આવે છે. જેના માટે ખેડૂતોને યથાયોગ્ય વળતર પણ મળે છે. સુરત સહિત ગુજરાત અને અન્ય રાજ્યોથી ટામેટા સુરત એપીએમસી માર્કેટ આવે છે. જેમાં સૌથી સારી ક્વોલિટીના ટામેટાનો ઉપયોગ કરી આ કેચઅપ બનાવવામાં આવતું હોય છે. હવે દેશના લોકોને પોતાના ખેડૂતો દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલા દેશી ટામેટાથી જ વિદેશી ગુણવત્તાથી પણ સારો કેચઅપ એપીએમસી દ્વારા તૈયાર કરાયું છે, જેથી ખેડૂતોને આનો લાભ મળી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે