સુરત : 50 વર્ષમાં પહેલીવાર અંબાજી મંદિરના દરવાજા ભક્તો માટે બંધ રહેશે

નવરાત્રિમાં માતાજીની ઝલક પામવા કલાકો સુધી ભાવિ ભક્તો લાઈનોમાં ઊભા થતાં હોય છે. પરંતુ આ વખતે કોરોના કારણે ભક્તો પહેલીવાર માતાજીની પ્રતિમાની ઝલક સાક્ષાત મેળવી શકશે નહિ

સુરત : 50 વર્ષમાં પહેલીવાર અંબાજી મંદિરના દરવાજા ભક્તો માટે બંધ રહેશે

ચેતન પટેલ/સુરત :રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ પર્વને લઈને ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ભક્તો એક કલાક સુધી માતાજીની મંદિરમાં પૂજા અર્ચના અને આરતી કરી શકે છે. પરંતુ દેશભરમાં પ્રખ્યાત સુરત (surat) ના અંબાજી મંદિર (ambaji temple) માં આ વખતે ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહિ. તેમજ આરતીમાં પણ ભાગ લઇ શકશે નહિ. અંબાજી ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કોરોનાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. આ નિર્ણયના કારણે 50 વર્ષમાં પહેલીવાર ભક્તો માતાજીના દર્શન નવરાત્રિમાં સાક્ષાત કરી શકશે નહિ.

આ પણ વાંચો : હેલ્થ વર્કર્સની આપવીતી, ‘કોરોના આવ્યો ત્યારથી રજા નથી ભોગવી, 12-18 કલાક કામ કરીએ છીએ’

50 વર્ષમાં પહેલીવાર મંદિર બંધ 
નવરાત્રિ એટલે મહાશક્તિનો પર્વ અને આ નવરાત્રિમાં ભાવિક ભક્તો માતાજીની મંદિરમાં મોટી લાઈનોમાં ઊભા રહી દર્શન કરતા હોય છે. નવરાત્રિમાં માતાજીની ઝલક પામવા કલાકો સુધી ભાવિ ભક્તો લાઈનોમાં ઊભા થતાં હોય છે. પરંતુ આ વખતે કોરોના કારણે ભક્તો પહેલીવાર માતાજીની પ્રતિમાની ઝલક સાક્ષાત મેળવી શકશે નહિ. દેશભરમાં પ્રખ્યાત સુરતના અંબાજી ટ્રસ્ટના માતાજીના મંદિરમાં દેશના ખૂણાથી ભક્તો નવરાત્રિના પર્વ દરમિયાન આવતા હોય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિત બિહાર, ઉત્તરપ્રદેશના ભક્તો નવરાત્રિ દરમિયાન અંબાજીના દર્શન માટે આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોના કાળને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે નવરાત્રિમાં મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે નહિ. એટલું જ નહિ માતાજીના દર્શન 50 વર્ષમાં પહેલીવાર નવરાત્રિમાં ભક્તો કરી શકશે નહિ.

જોકે ભક્તો માટે ખાસ એલઇડી સ્ક્રીન મંદિર બહાર મૂકવામાં આવશે. આ એલઇડી સ્ક્રીન ભક્તો આરતી સહિત અન્ય પૂજા-અર્ચના લાઈવ નિહાળી શકશે. તેથી લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ સાથે ભક્તિ કરી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news