સુરતને ગુના મુક્ત કરવું અને નાગરિકોનું રક્ષણ મારી પ્રાથમિકતા: સુરત CP અજય તોમર

શહેરના 22માં પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી થઇ હતી. તેમણે આજે પોતાનો ચાર્જ અજય તોમરને સોંપ્યો છે. સુરતમાં 22 માં પોલીસ કમિશ્નર તરીકે અજય તોમર નિમણુંક કરવામાં આવી છે. 

સુરતને ગુના મુક્ત કરવું અને નાગરિકોનું રક્ષણ મારી પ્રાથમિકતા: સુરત CP અજય તોમર

સુરત : શહેરના 22માં પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી થઇ હતી. તેમણે આજે પોતાનો ચાર્જ અજય તોમરને સોંપ્યો છે. સુરતમાં 22 માં પોલીસ કમિશ્નર તરીકે અજય તોમર નિમણુંક કરવામાં આવી છે. 

અજય તોમરનું  પોલીસ કમિશ્નર કચેરીમાં અધિકારીઓએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. અજય તોમરને પોલીસ બેન્ડ સાથે આવકારીને અધિકારીઓએ પુષ્પગુચ્છ સાથે શુભેચ્છા આપી હતી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરનાં તમામ પોલીસ અધિકારીઓ પણ તેમનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા. 

સુરત: ફેસબુકમાં મિત્રતા કેળવાઇ અને હોટલમાં મળવાનું નક્કી અને પછી...

કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવાનો સતત પ્રયાસ કરતા રહેવાનું કહેતા પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું કે, કોરોનામાં બધા લોકો શિસ્તમાં રહે, પોલીસની પણ જવાબદારી છે, પોલીસ તરફથી અમે લોકોને સમજાવીશું, અમલવારી કરાવીશું. ગુનેગારો સાથે સખ્તાઇથી અને સારા નાગરિકોને સહકાર મળી રહે તે રીતે કામ કરવામાં આવશે. તેમ તેમણે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news