Surat Airportના રન-વે પર જ્યાં પ્લેન ઉતારવાનું હતું, ત્યાં પાઇલટે 5 જીપ જોઈ, આખરે શું કરવું તે ખબર ના પડી, પછી...
સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતી બચી હતી. સુરત એરપોર્ટ પર પોલીસની મોક-ડ્રીલ ચાલતી હતી 'ને ATCએ પ્લેન લેન્ડિંગને મંજૂરી આપી દીધી હતી. જેના કારણે એન્ટી હાઇજેક મોકડ્રીલ વખતે વેન્ચુરા એર કનેક્ટની નાઇટ સિટર ફ્લાઇટ પોલીસ વાન સાથે અથડાતા બચી ગઈ હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતી બચી હતી. સુરત એરપોર્ટ પર પોલીસની મોક-ડ્રીલ ચાલતી હતી 'ને ATCએ પ્લેન લેન્ડિંગને મંજૂરી આપી દીધી હતી. જેના કારણે એન્ટી હાઇજેક મોકડ્રીલ વખતે વેન્ચુરા એર કનેક્ટની નાઇટ સિટર ફ્લાઇટ પોલીસ વાન સાથે અથડાતા બચી ગઈ હતી. પાઇલટે 800 ફૂટ ઊંચાઈએથી પાંચ જીપ જોતાં લેન્ડિંગ અટકાવ્યું હતું. આ ઘટનામાં મોટી ગંભીરતાને જોતા ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશને તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ બીજી બાજુ DGCAને આપેલા રિપોર્ટમાં દોષનો ટોપલો પોલીસ પર ઢોળાયો છે.
આ ઘટનામાં એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ પર મંજૂરી વિના પોલીસ મોકડ્રીલ માટે ઘુસી હતી, પરંતુ પોલીસ જણાવી રહી છે કે, મંજૂરી વિના મોકડ્રીલ શક્ય જ નથી. જો આ દુર્ઘટના સર્જાઈ હોત તો અમરેલીથી સુરત આવેલી વેન્ચુરાની ફ્લાઇટમાં 11 મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ શકતા હતા. પરંતુ પાયલોટે અનુભવના હિસાબે 57 મિનિટ પછી રન-વે ખાલી કરાવ્યા બાદ ફ્લાઇટનું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે 28મી નવેમ્બરના રવિવારે વેસુ તરફના રનવે પર વેન્ચુરા એર કનેક્ટની નાઇટ સિટર ફ્લાઇટ લેન્ડ થનારી હતી. તે રન-વે પર સુરત પોલીસની પાંચ જીપ લાઇનમાં જ સુરત એરપોર્ટના ફાયર સ્ટેશનથી રનવે પર પહોંચી હતી. પરંતુ ફ્લાઈટ લેન્ડ થવામાં જ હતી ત્યારે પાઇલટે 800 ફૂટ ઊંચાઈએથી પાંચ જીપ જોતાં લેન્ડિંગ અટકાવ્યું હતું. અને ફ્લાઈટને પાછી આકાશમાં લઈ ગયો હતો. ત્યારબાદ આખી ઘટનાની જાણ એટીસીને કરાઈ હતી, અને પોલીસને જાણ કરી એક કલાકમાં રનવે ખાલી કરાવ્યો હતો. એ પછી ફ્લાઇટ લેન્ડ થઈ હતી.
આ ઘટનામાં પાયલોટે ફરિયાદ કરતા ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશને તપાસના આદેશ આપ્યા હતા. જોકે સુરત એરપોર્ટના ઓફિસરોને જ સોપાતા તેમણે આખો મામલો સુરત પોલીસ પર ઢોળ્યો હતો અને પોતાનો લૂલો બચાવ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે