Surat: 22 વર્ષની ઉંમરે પાયલ સાકરીયાની રાજકારણમાં એન્ટ્રી સાથે જ મેળવ્યો શાનદાર વિજય
સુરત મહાનગર પાલિકમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે અને ભાજપે 93 સીટ પર જીત નોંધાવી છે. જોકે આમ આદમી પાર્ટી (AAP) ને કોંગ્રેસને પછાડતાં 27 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. કોંગ્રેસ સુરતમાં એક પણ સીટ જીતી શકી નથી.
Trending Photos
સુરત: ગુજરાત મહાનગર પાલિકાની ચૂંટણી (Gujarat Municipal Corporation) માં આમ આદમી પાર્ટી (AAP) નું શાનદાર પ્રદર્શન રહ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) એ પહેલીવાર નગર પાલિકાની ચૂંટણીમાં પોતાનું ભવિષ્ય અજમાવ્યું હતું અને આ દરમિયાન આમ આદમી પાર્ટી મહાનગર પાલિકામાં કોંગ્રેસને પછાડીને બીજા નંબર પહોંચી ગઇ છે. સુરત મહાનગર પાલિકમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે અને ભાજપે 93 સીટ પર જીત નોંધાવી છે. જોકે આમ આદમી પાર્ટી (AAP) ને કોંગ્રેસને પછાડતાં 27 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. કોંગ્રેસ સુરતમાં એક પણ સીટ જીતી શકી નથી.
22 વર્ષની પાયલ બની વિજેતા
22 વર્ષની પાયલ સાકરીયા (Payal sakariya) એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત પ્રાપ્ત થઇ છે. આમ આદમી પાર્ટી (AAP) ની ઉમેદવાર પાયલ સૌથી નાની ઉમેદવારની કોર્પોરેટર બની છે. સુરત (Surat) ના પૂર્ણા પશ્વિમ વોર્ડ નંબર 16 ની ઉમેદવાર પાયલે શાનદાર જીત પ્રાપ્ત કરી છે. જીત બાદ પાયલ પાટીદાર ક્ષેત્રમાં ભવ્ય સ્વાગત કર્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું અને 27 સીટો પર જીત પ્રાપ્ત કરી છે.
પાયલ સાકરીયા (Payal sakariya) એ સુરત (Surat) ના વોર્ડ નંબર 16માંથી ઉમેદવારી નોંધાવી હતી. પાયલની ઉંમર માત્ર 22 વર્ષ છે અને તે સૌથી નાની ઉંમરની ઉમેદવાર હતી. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલનો આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે. પાયલ સાકરિયાની જીત સાથે સોસાયટીના રહીશોએ ઢોલ નગારા અને ફૂલહાર સાથે પાયલનું સ્વાગત કર્યું હતું.
વોર્ડ નંબર-16માંથી પાયલ કિશોરભાઈ સાકરીયા (Payal sakariya) આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. પાયલની ઉંમર 22 વર્ષ છે. પાયલ સુરત શહેરની સૌથી નાની વયની ઉમેદવાર હતી.પાયલ ફક્ત 22 વર્ષની ઉંમરે રાજકારણમાં આવી છે અને તેની જીત થઈ છે. પાયલની જીત બાદ સોસાયટીના લોકોએ ઢોલના તાલે પાયલનું સ્વાગત કર્યું હતું.
પાયલે જણાવ્યું હતું કે, હું મારા વિસ્તારમાં ખૂબ સારા કામો કરીશ. ચૂંટણી જીત્યા બાદ સોસાયટી ખાતે પહોંચેલી પાયલે પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતા. પરિવારના લોકોએ મીઠાઈ સાથે પાયલનું સ્વાગત કર્યું હતું.
પરિણામ પર નજર
ભાજપ (BJP) ની 30 વોર્ડમાંથી 22 વોર્ડમાં આખી પેનલ જીતી છે, ભાજપે (BJP) 93 બેઠક પર અને આપ (AAP) ને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. જ્યારે વોર્ડ નંબર 1, 6, 8, 10, 11, 12, 14, 15, 18, 19, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30માં ભાજપ (BJP) ની પેનલની જીત થઈ છે. તો સાત નમ્બરના વોર્ડમાં બે અને ભાજપે (BJP) ત્રણ બેઠકો જીતી છે. આપ (AAP) ની 6 વોર્ડમાં આખી પેનલ જીતી છે, તો વોર્ડ નંબર 2, 3, 4, 5, 16 અને 17માં આપી પેનલ તો વોર્ડ 7મા બે અને વોર્ડ 8માં એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે