સુરત : યુવકની હત્યા કરી લાશ દાટી દીધી, પાંચ વર્ષ બાદ પોલીસે મૃતદેહ ખોદીને હાડકા બહાર કાઢ્યા

પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ 3માં વર્ષ 2015માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી રાજુ બિહારીએ પોતાના જ સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરીને લાશને દીવાલમાં ચણાવી દીધી હતી. ત્યાર બાદ આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલમાં હતો. ત્યાર બાદ પેરોલ પર છુટ્યા બાદ હાજર નહોતો થયો. બાતમીના આધારે પોલીસે પુછપરછ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેના પગલે પોલીસે દિવાલમાં ચણી દેવાયેલી લાશને હાડપિંજર સ્વરૂપે બહાર કાઢી હતી. ઘટના સમયે એક્ઝિક્યુટિવ મામલતદાર, એફએસએલની હાજરીમાં વિડિયોગ્રાફી સાથે બહાર કઢાયો હતો.
સુરત : યુવકની હત્યા કરી લાશ દાટી દીધી, પાંચ વર્ષ બાદ પોલીસે મૃતદેહ ખોદીને હાડકા બહાર કાઢ્યા

સુરત : પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ 3માં વર્ષ 2015માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી રાજુ બિહારીએ પોતાના જ સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરીને લાશને દીવાલમાં ચણાવી દીધી હતી. ત્યાર બાદ આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલમાં હતો. ત્યાર બાદ પેરોલ પર છુટ્યા બાદ હાજર નહોતો થયો. બાતમીના આધારે પોલીસે પુછપરછ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેના પગલે પોલીસે દિવાલમાં ચણી દેવાયેલી લાશને હાડપિંજર સ્વરૂપે બહાર કાઢી હતી. ઘટના સમયે એક્ઝિક્યુટિવ મામલતદાર, એફએસએલની હાજરીમાં વિડિયોગ્રાફી સાથે બહાર કઢાયો હતો.

પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ 3માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજુ બિહારીએ પોતાના જ સંબંધિ કિશનની હત્યા કરી હતી. આ હત્યા કયા મુદ્દે થઇ તે હજી પણ તપાસનો વિષય છે. જો કે રાજુએ હત્યા કર્યા બાદ કિશનના મૃતદેહને દીવાલમાં ચણી લીધો હતો. જેથી કોઇ આશંકા ન જાય તે માટે આવું કર્યું હતું. જો કે પોલીસે બાતમીના આધારે હાલ પાંચ વર્ષ બાદ કિશનના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

કિશનનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થતા જ પરિવાર પણ આશાપુરી સોસાયટી ખાતે દોડી આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજુ પર દારૂના 30થી વધારે કેસ છે. રીઢા ગુનેગાર રાજુને હાલ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લાશને કબ્જે લઇને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમની તૈયારી ચાલુ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હત્યા બાદ તત્કાલ જ તેની લાશને હત્યારાએ દાટી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુનેગાર રીઢો હોવાના કારણે પહેલાથી જ તેણે પાયામાં લાશ દાટવા માટેની તૈયારી કરી રાખી હતી. દાદરા નીચે ખાલી પડેલી જગ્યામાં શિવમ ઉર્ફે કિશનની લાશને ચણી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેના પર પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું હતું. જેથી પાંચ વર્ષ સુધી મૃતદેહ ત્યાં જ પડ્યું રહ્યું હતું. હાલ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news