Positive Story : સુરતની એન્જિનિયર મહિલા 41 વર્ષની ઉંમરે બની સિંગલ મધર, જુડવા બાળકોને જન્મ આપ્યો
Unmarried Woman Become Single Mother : સિંગર મધર બનવું એ ચેલેન્જિંગ કામ છે, ત્યારે સુરતની 41 વર્ષીય એન્જિનિયર મહિલાએ આઈવીએફથી જુડવા બાળકોને જન્મ આપ્યો
Trending Photos
Unmarried Woman Become Single Mother સુરત : આજના સમયે અનેક લોકો લગ્ન કરવા માંગતા નથી. આ માટે તેમના કારણો અલગ અલગ હોય છે. પરંતું તેઓ માતાપિતા બનવા માંગે છે. આ માટે હવે મેડિકલ ટેકનોલોજી મદદે આવે છે. અનેક લોકો આજકાલ સિંગલ પેરેન્ટ બનવા તૈયાર થાય છે. ત્યારે સુરતની 41 વર્ષીય એન્જિનિયર મહિલાએ સિંગલ મધર બનીને જુડવા બાળકોને જન્મ આપ્યો છે.
સુરતના દેસાઈ પરિવારની 41 વર્ષીય એન્જિનિયર દીકરીના લગ્ન ન થયા. તેથી તેણે સિંગર મધર બનવાનો નિર્ણય લીધો. 41 વર્ષની ઉંમરમાં તે આઈવીએફ દ્વારા માતા બની છે, સુરતમાં તેણે દીકરો અને દીકરીને જન્મ આપ્યો છે.
ડો.રશ્મિ પ્રધાને આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, કોઈ પણ મહિલાનું લગ્ન બાદ માતા બનવું ભારતીય સમાજમાં અનેક સવાલો પેદા કરે છે. પરંતુ સુરતના ડિમ્પલ દેસાઈએ એક નવી પહેલ કરી છે. સુરતની હોસ્પિટલમાં ડિમ્પલ દેસાઈએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. આ સાથે જ લોકો ડિમ્પલ દેસાઈની આ પહેલના વખાણ કરી રહ્યાં છે.
ડિમ્પલ દેસાઈ સિંગલ મધર કેમ બન્યા તે વિશે તેમણે કહ્યું કે, સુરતના દેસાઈ પરિવારમાં બે દીકરીઓ છે. એક દીકરી રુપલ દેસાઈ દૂબઈમાં સ્થાયી થયા છે. તો બીજી દીકરી ડિમ્પલ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા કરે છે. તેઓ પોતાના માતાપિતાની સેવા કરવા તેમની સાથે રહેવા માંગતા હતા. બંને બહેનોના લગ્ન કોઈ કારણોસર ન થયા. તેથી ડિમ્પલે સિંગલ માતા બનવાનો નિર્ણય લીધો હતો.
સિંગલ મધર બનવા પર સમાજ શું વિચારશે તે વિશે ડિમ્પલ કહે છે કે, જ્યારે મને પરિવારની મંજૂરી મળી ગઈ છે તો સમાજની કોઈ ચિંતા નથી. આ બાદ ડિમ્પલ દેસાઈએ ડો.રશ્મિ પ્રધાનને સંપર્ક કર્યો હતો. તેઓએ તેમને બાળક એડોપ્ટ કરવા અથવા આઈવીએફ દ્વારા બાળકને જન્મ આપવાની સલાહ આપી હતી. આ બાદ ડિમ્પલ દેસાઈએ ઘરે ચર્ચા કરી હતી, અને આઈવીએફથી બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો હતો.
આ નિર્ણય લીધા બાદ ડિમ્પલ દેસાઈ માટે બીજા ચેલેન્જિસ પણ હતા. જેમાં તેમને કેટલાક મેડિકલ ઓપસ્ટ્રેક્ટ હતા. આ બાદ તેઓએ ગર્ભ ધારણ કર્યો હતો. આખરે તેઓ જુડવા બાળકોના માતા બન્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે