હાર્દિક પટેલને સુપ્રિમ કોર્ટની મોટી રાહત, 6 માર્ચ સુધી ધરપકડ પર પ્રતિબંધ

કોંગ્રેસ નેતા અને પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ (Hardik Patel) ને સુપ્રિમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે (Supreme Court) 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે થયેલી હિંસાના મામલામાં હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પાટીદાર આંદોલનમાં હિંસાના મામલામાં પોતાની વિરુદ્ધ દાખલ કેસને રદ કરવાની અનુરોધ કરતી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 

હાર્દિક પટેલને સુપ્રિમ કોર્ટની મોટી રાહત, 6 માર્ચ સુધી ધરપકડ પર પ્રતિબંધ

હિતેન વિઠ્ઠલાણી/દિલ્હી :કોંગ્રેસ નેતા અને પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ (Hardik Patel) ને સુપ્રિમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે (Supreme Court) 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે થયેલી હિંસાના મામલામાં હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પાટીદાર આંદોલનમાં હિંસાના મામલામાં પોતાની વિરુદ્ધ દાખલ કેસને રદ કરવાની અનુરોધ કરતી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 

પઠાણ દંપતી પાસે ચરસના સફેદ લાડુ જોઈને ચોંકી અમદાવાદ પોલીસ

જસ્ટિસ ઉદેય ઉમેશ લલિત અને વિનીત સારનની બેન્ચે ગુજરાત સરકારને આ નોટિસ જાહેર કરી છે. બેન્ચે ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, કેસ 2015થી દાખલ કરવામાં આવ્યો હતો અને હજી આ મામલામાં તપાસ પેન્ડિંગ છે. તમે પાંચ વર્ષથી આ કેસને દબાવી શક્તા નથી. 

— ANI (@ANI) February 28, 2020

હકીકતમાં, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે 2015માં વીસનગર હિંસા મામલામાં આરોપી જાહેર થવાના નિર્ણય પર પ્રતિબંધ લગાવવાની અરજી નકારી કાઢવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી. 

શું છે સમગ્ર મામલો
આ મામલો 25 ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલા વિશાળ પાટીદાર આરક્ષણ સમર્થન રેલી બાદ થયેલા રાજ્યવ્યાપી તોડફોડ અને હિંસાને લઈને છે. ક્રાઈમ બ્રાન્ચે તે વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેસ દાખલ કર્યો હતો. તેમાં અનેક સરકારી બસો, પોલીસ ચોકી તથા અન્ય સરકારી સંપત્તિને આગચંપી કરવામાં આવી હતી. પોલીસે આરોપ પત્રમાં હાર્દિક અને તેના સહયોગીઓ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news