એક જ દિવસે મતગણતરી કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો ઝટકો

રાજ્યમાં યોજાયેલી 6 મહાનગર પાલિકા (Gujarat Local Body Elections) અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણ એક દિવસે કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે (Suprem Court Court) ફગાવી દીધી છે.

એક જ દિવસે મતગણતરી કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો ઝટકો

અમદાવાદ: રાજ્યમાં યોજાયેલી 6 મહાનગર પાલિકા (Gujarat Local Body Elections) અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણ એક દિવસે કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે (Suprem Court Court) ફગાવી દીધી છે. અગાઉ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ અરજદારે સુપ્રીમ કોર્ટના દ્રાર ખખડાવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ અરજદારની અરજી ફગાવી દેવામાં આવતા મતગણતરી (Counting)  ચૂંટણી પંચે જાહેર કરેલી 23મી તારીખે જ યોજાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવામાં આવે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેનાં પરિણામોની અસર પછી યોજાનારી ચૂંટણી પર પડશે. આ નિર્ણયના કારણે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે અને મતદારોને અસર થવાની સંભાવના છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકે એ માટે મતગણતરી એક જ દિવસે રાખવાનો નિર્ણય લેવો જોઈએ.

રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે. અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં મુશ્કેલી પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. કોવિડના લીધે રૂમમાં 7 ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરી અલગ અલગ તારીખે રાખવા માટે કોઈ મજબૂત કારણો કે નુકસાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી.

રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને તેની મતગણતરી 23 ફેૂબ્રુઆરીએ હાથ ધરાશે. નગરપાલિકાની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન અને 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news