સન ફાર્માએ લોન્ચ કરી Corona ની દવા FLUGUARD, કિંમત છે માત્ર 35 રૂપિયા

ભારતની મોટી દવા કંપની સન ફાર્મા (Sun Pharmaceutical) દ્વારા હળવાથી મધ્યમ કોવિડ 19 (Corona Symptoms) લક્ષણવાળા દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવતી જેનરિક દવા ફૈવીપિરાવિર (Favipiravir 200 mg) ને ભારતમાં બ્રાન્ડ નામ ફ્લુગાર્ડ (FluGuard) હેઠળ લોન્ચ કરી દીધું છે. કંપનીએ એક ગોળીની કિંમત રૂપિયા 35 રૂપિયા રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એવિફવિરને સામાન્ય રીતે ફેવીપિરાવિર (favipiravir) નામથી ઓળખવામાં આવે છે. આ દવાને પહેલીવાર 1990માં જાપાનની એક કંપનીએ બનાવી હતી. રશિયાનું કહેવું છે કે, તેનાં વૈજ્ઞાનિકોએ આ દવામાં કેટલાક મોડિફિકેશન કર્યું છે. આ સાથે જ રશિયાએ કહ્યું કે, આગામી બે અઠવાડીયામાં તે સંપુર્ણ માહિતી જાહેર કરવામાં આવશે કે વૈજ્ઞાનિકોએ આ દવામાં શું પરિવર્તન કર્યા છે. 
સન ફાર્માએ લોન્ચ કરી Corona ની દવા FLUGUARD, કિંમત છે માત્ર 35 રૂપિયા

નવી દિલ્હી : ભારતની મોટી દવા કંપની સન ફાર્મા (Sun Pharmaceutical) દ્વારા હળવાથી મધ્યમ કોવિડ 19 (Corona Symptoms) લક્ષણવાળા દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવતી જેનરિક દવા ફૈવીપિરાવિર (Favipiravir 200 mg) ને ભારતમાં બ્રાન્ડ નામ ફ્લુગાર્ડ (FluGuard) હેઠળ લોન્ચ કરી દીધું છે. કંપનીએ એક ગોળીની કિંમત રૂપિયા 35 રૂપિયા રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એવિફવિરને સામાન્ય રીતે ફેવીપિરાવિર (favipiravir) નામથી ઓળખવામાં આવે છે. આ દવાને પહેલીવાર 1990માં જાપાનની એક કંપનીએ બનાવી હતી. રશિયાનું કહેવું છે કે, તેનાં વૈજ્ઞાનિકોએ આ દવામાં કેટલાક મોડિફિકેશન કર્યું છે. આ સાથે જ રશિયાએ કહ્યું કે, આગામી બે અઠવાડીયામાં તે સંપુર્ણ માહિતી જાહેર કરવામાં આવશે કે વૈજ્ઞાનિકોએ આ દવામાં શું પરિવર્તન કર્યા છે. 

દવા કંપની હેટોરો (Hetero Labs) એ ગત્ત અઠવાડીયે એન્ટીવાયરલ દવા ફેવીપિરાવિરને ભારતમાં બ્રાન્ડ નામ ફેવિવિર હેઠળ લોન્ચ કર્યું. કંપનીએ એક ગોળીની કિંમત 59 રૂપિયા રખાઇ છે. આ ઉપરાંત સિપ્લા પણ ઝડપથી આ દવાનો લોન્ચ કરવાની તૈયારીમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુળ રીતે જાપાનની કંપની ફુઝી ફાર્માએ આ દવા તૈયાર કરી છે. 

ક્લિનિકલ ટ્રાયલમાં ફૈવીપિરાવિરના સારા પરિણામ મળી રહ્યા છે. ઓછા અને મધ્યમ સ્તરના સંક્રમણની સારવાર આ દવા કારગત સાબિત થઇ છે. સીએસઆઇઆરએ દેશમાં ઉપલબ્ધ કેમિકલ્સનો ઉપયોગ કરીને આ દવા માટે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિએન્ટ (API) તૈયાર કર્યું. તેણે આ દવાનાં ઉત્પાદન માટે સિપ્લાને આપ્યું.

મીડિયા રિપોર્ટ અનુસાર  સીએસઆઇઆર એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR-Council of Scientific & Industrial Research)એ ઓછા ખર્ચે આ દવા તૈયાર કરી છે. સિપ્લાને ડીસીજીઆઇએ આ દવા લોન્ચ કરવાની તૈયારીઓ પરવાનગી મળી ચુકી છે. ભારતમાં સિપ્લા આ દવાનો સિપ્લેજા બ્રાન્ડ નામથી લોન્ચ કરશે. આ ઓગષ્ટનાં પહેલા અઠવાડીયામાં બજારમાં આવી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news