આગ સાથે ખેલ કરવા ગયેલા યુવકનો ચહેરો દાઝયો, દહીહાંડીમાં સ્ટંટબાજ સાથે બની મોટી દુર્ઘટના

Surat News : સુરતના મટકી ફોડ કાર્યક્રમમાં સ્ટંટ કરવા ગયેલા બે યુવકો દાઝ્યા... બે અલગ અલગ ઘટનામાં બે યુવકોનો વીડિયો વાયરલ
 

આગ સાથે ખેલ કરવા ગયેલા યુવકનો ચહેરો દાઝયો, દહીહાંડીમાં સ્ટંટબાજ સાથે બની મોટી દુર્ઘટના

Janmashtami : જન્માષ્ટમીનો પર્વ હોય એક તરફ ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં ભક્તિભાવનો માહોલ છે, તો બીજી તરફ ગલીઓમાં મટકીફોડનો શોર છે. મટકીફોડના કાર્યક્રમો અનેકવાર જોખમી બની જતા હોય છે. ઊંચી મટકી ફોડવામાં અનેક ગોવિંદાઓ માહેર હોય છે, પરંતું ક્યારેક અકસ્માત સર્જાઈ જાય છે. ગઈકાલે એક કોલેજની દહીહાંડી કાર્યક્રમમાં સ્ટંટ કરવા ગયેલો એક યુવક દાઝ્યો હતો. ત્યારે બીજી એક ઘટના પણ આવી જ બની હતી. દહીંહાંડીમાં સ્ટંટબાજ દાઝ્યાનો બીજો બનાવનો વીડિયો સામે આવ્યો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 8, 2023

 

ગઈકાલેમાં હાલ કૃષ્ણ જન્મોત્સવ હોઈ વિવિધ સ્થળોએ દહીહાંડીના વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. જેમાં દહીંહાંડીમાં સ્ટંટબાજ દાઝ્યાનો બીજો બનાવનો વીડિયો સામે આવ્યો છે. મોઢામાં પેટ્રોલ ભરી આગ સાથેનાં કરતબ કરનારનું મોઢું સળગી ઊઠ્યું હતું. આમ, આ યુવકને લોકોનું મનોરંજન કરવું મોંઘું પડ્યું હતું. સુરતના ઉધના વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જાહેરમાં આગનો ખેલ બતાવનાર યુવકની બેદરકારી જોવા મળી હતી. યુવક આગની જ્વાળાઓ હવામાં જ્વલનશીલ પ્રવાહીની મદદથી સળગાવતો હતો, પરંતુ તેનો આ ખેલ ઉંધો પડ્યો હતો. સ્ટંટ કરવા ગયેલા યુવકના ચહેરા પર આગ લાગી હતી, અને તે દાડ્યો હતો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 7, 2023

 

ગઈકાલે પણ બન્યો હતો બનાવ 
એસડી જૈન કોલેજમાં પણ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં એક યુવકે આગની જ્વાળા સળગાવતાં તેના મોઢા સુધી આવી ગઈ હતી અને તેને લપેટામાં લઈ લીધો હતો. યુવકે હાથમાં રહેલું જ્વેલનશીલ પદાર્થ ફેંકીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય કેટલાક નીચે ઊભેલા યુવકોએ પણ આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાઈ જતાં યુવકને વધુ ઈજા થઈ ન હતી. પરંતુ તેનો ચહેરો દાઝ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news