સિંહ પાછળ દિવસરાત જીવના જોખમે ફરતા ટ્રેકરને 4 મહિનાનો પગાર નહી ચુકવાતા હડતાળ

રાજુલા બૃહદગીરનાં એશિયાટિક સિંહોના સતત લોકેશન રાખનારા ટ્રેકર્સને 4 મહિનાથી પગાર નહી આપવામાં આવતા આખરે તેમણે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે અને રાત દિવસ જોયા વગર જીવના જોખમે રીતે સતત સિંહોની પાછળ દોડતા ટ્રેકર્સને પગાર નહી ચુકવાતા તેઓ હડતાળ પર ઉતર્યા છે. 
સિંહ પાછળ દિવસરાત જીવના જોખમે ફરતા ટ્રેકરને 4 મહિનાનો પગાર નહી ચુકવાતા હડતાળ

અમરેલી : રાજુલા બૃહદગીરનાં એશિયાટિક સિંહોના સતત લોકેશન રાખનારા ટ્રેકર્સને 4 મહિનાથી પગાર નહી આપવામાં આવતા આખરે તેમણે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે અને રાત દિવસ જોયા વગર જીવના જોખમે રીતે સતત સિંહોની પાછળ દોડતા ટ્રેકર્સને પગાર નહી ચુકવાતા તેઓ હડતાળ પર ઉતર્યા છે. 

દરરોજ સિંહોનાં સગડ પકડનાર અને રેસક્યૂં કરનારા ટ્રેકટર્સ હડતાળનાં કારણે ન માત્ર સિંહો નિરાધાર થયા છે પરંતુ જંગલ ખાતાની આંખો જતી રહી હોય તેવી સ્થિતી સર્જાઇ શકે છે. ટ્રેકરને આઉટ સોર્સિંગ એજન્સીને ફાળવી દેવામાં આવતા તેમનામાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, લીલીયા, જેસર અને તળાજા વિસ્તારની રેન્જના ટ્રેકર હડતાળ પર ઉતર્યા છે. 

પાલીતાણા શેત્રુંજી ડિવીઝન અંતર્ગત આવતા રેન્જના સૌથી વધારે ટ્રેકર કામગીરી કરી રહ્યા છે. જો કે તેમને પગાર નહી મળતા મુશ્કેલી થઇ છે. વારંવાર અધિકારીઓને રજુઆત છતા પણ તંત્રનાં પેટનું પાણી પણ નથી હલતું. સિંહોની રખેવાળી કરવા માટે 24 કલાક રાત દિવસ જોયા વગર દોડતા રહેતા ટ્રેકરની તાકીદે 4 મહિનાનો બાકી પગાર ચુકવાય તેવી માંગ કરવામાં આવી છે. 

રાજુલાના 11 ટ્રેકર, જાફરાબાદનાં 6, લીલીયાના 5, જેસરનો 1, તળાજાના 3 ટ્રેકર છે. જે તમામને 4 મહિનાથી પગાર ચુકવાયો નથી. આટલું ઓછું હોય તેમ ટ્રેકરનો કોન્ટ્રાક્ટ પણ સરકાર દ્વારા ખાનગી એજન્સીઓને ફાળવી દેવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેકરનાં અસંતોષ જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news