ભેંસને કૂતરું કરડ્યું અને આખો પરિવાર હડકવાની રસી લેવા દોડ્યો, ગુજરાતનો અજીબ કિસ્સો

Surat News : સુરતના એક પશુપાલક પરિવારની ભેંસને કૂતરું કરડતાં ભેંસનું મોત નિપજ્યુ હતું, તેથી આ ભેંસનું દૂધ પીનારા પરિવારે રસી મૂકાવી હતી
 

ભેંસને કૂતરું કરડ્યું અને આખો પરિવાર હડકવાની રસી લેવા દોડ્યો, ગુજરાતનો અજીબ કિસ્સો

Surat News : સુરતથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક પરિવારની ભેંસને કૂતરુ કરડી જતા આખો પરિવાર હડકવાની રસી લેવા દોડ્યો હતો. વિચિત્ર લાગતી આ ઘટના પર એક નજર કરીએ. 

જો કોઇ વ્યક્તિને પાગલ કૂતરું, શિયાળ  વગેરે કરડે તો એન્ટી રેબિજ એટલે કે હડકવા વિરોધી રસી અથવા એન્ટી-લાર્ક રસી આપવામાં આવે છે. આવા કોઇ પ્રાણી કરડે તેવી સ્થિતિમાં દર્દીએ એન્ટી એલર્જિક ઇન્જેક્શન મુકાવવું જરૂરી હોય છે. જો રસી લેવામાં ન આવે તો હડકવા નામનો રોગ થવાનું જોખમ રહેલું છે. ત્યારે સુરતમાં એક ભેંસનુ કૂતરુ કરડ્યું હતું, ત્યારે આખો પરિવાર એન્ટી રેબિજની રસી લેવા પહોંચ્યો હતો. 

બન્યું એમ હતું કે, સુરતના સરથાણાની એક સરીતા વિહાર સોસાયટીમાં કાનજીભાઈ રઝાભાઈનો પશુપાલક પરિવાર રહે છે. તેમની ભેંસને કૂતરુ કરડી ગયું હતું. કૂતરુ કરડી જતા ભેંસનું મોત નિપજ્યું હતું, પરંતુ કાનજીભાઈનો આખો પરિવાર આ ભેંસનું દૂધ પીતો હતો. તેથી દૂધ પીનારા પરિવારે રસી મૂકાવી હતી. ભેંસના દુધનું સેવન કરનારા પશુપાલક પરિવારના 11 સભ્યો હડકા વિરોધી રસી મુકાવવા માટે સ્મીમેર પહોંચ્યા હતા. બે દિવસ પહેલા તેમણે પહેલો ડોઝ હેલ્થ સેન્ટરમાં મુકાવ્યો હતો. ત્યારે રવિવારે બીજો ડોઝ મુકાવવા માટે આવ્યા હતા.

સરથાણામાં કુતરાએ બચકુ ભર્યા બાદ ભેંસનું મોત નીપજતા ભેંસના દુધનું સેવન કરનારા પશુપાલક પરિવારના 11 સભ્યો હડકા વિરોધી રસી મુકાવવા માટે સ્મીમેર પહોંચ્યા હતા. બે દિવસ પહેલા તેમણે પહેલો ડોઝ હેલ્થ સેન્ટરમાં મુકાવ્યો હતો અને રવિવારે બીજો ડોઝ મુકાવવા માટે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગામમાં કે રસ્તા પર રખડતા કૂતરાઓમાં જો કોઇ કુતરુ હડકાયું થયું હોય અને તે કોઇને કરડી લે તો મોટું જોખમ ઉભું થતું હોય છે. તેથી આવુ કૂતરું જો દૂધાળુ પ્રાણીને કરડે તો તેની અસર દૂધ પીનારા લોકો પર પણ થઈ શકે છે. આ ગભરાટને કારણે સુરતના પશુપાલક પરિવારે એન્ટી રેબિજની રસી મૂકાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news