રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક; 24 કલાકમાં 16 લોકોને બચકા ભર્યા, લોકોમાં ડર

રાજકોટમાં સતત ડૉગ બાઈટના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં રખડતા શ્વાને 16 લોકોને બચકા ભરી લીધા છે. જેથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. 

રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક; 24 કલાકમાં 16 લોકોને બચકા ભર્યા, લોકોમાં ડર

ઝી બ્યુરો/રાજકોટ: એક તરફ કોર્પોરેશનની ટીમ રખડતા શ્વાનનું ખસીકરણ અને હડકવા વિરોધી રસી આપવાનું કામ કરી રહી છે તો બીજી તરફ રાજકોટમાં સતત ડૉગ બાઈટના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં રખડતા શ્વાને 16 લોકોને બચકા ભરી લીધા છે. જેથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. 

સિવિલ હોસ્પિટલમાં ગઇકાલથી જ રખડતા શ્વાનનો ભોગ બનેલા દર્દીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. ભારે ગરમીમાં ડૉગ બાઈટના કેસમાં વધારો થાય છે. તો અમુક લોકો રખડતા શ્વાનને પરેશાન કરતા હોવાથી પણ ડૉગ બાઈટના કેસ વધે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 30 હજાર રખડતા શ્વાને લોકોનું બહાર નિકળવાનું ભારે કરી નાંખ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં ત્રણ વર્ષમાં 12 લાખ 55 હજારથી વધુ લોકોને શ્વાન કરડ્યા હોવાના બનવા સામે આવ્યા છે. માર્ચ-2023 સુધીના ત્રણ વર્ષમાં 12 લાખ 55 હજાર 77 લોકોને રસ્તે રખડતાં શ્વાને બચકાં ભર્યા છે. જેમાં 8 લોકોના મૃત્યુ થયા છે. આ આંકડા વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબના છે. એક તારણ એવું પણ છે કે, કોરોના બાદ ન માત્ર શ્વાન પરંતુ ઊંટ, બિલાડી, જંગલી પશુઓ કરડવાના કેસમાં 135 ટકા ઉછાળો આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news