SURAT માં વિચિત્ર ઠગ ટોળકી સક્રિય, ખરીદી કરીને એવી રીતે ચુનો ચોપડે કે...

જીલ્લાની કોસંબા પોલીસે વ્યાપારીઓ સાથે ઠગાઈ કરતા ચાર મહા ઠગને ઝડપી લેવામાં આવ્યા છે. ઠગાઈ કરવાની મોડસઓપરેન્ડી જોઈને પોલીસ પણ મોમાં આંગળા નાખી ગઈ છે. ઠગ ટોળકી પાસેથી પોલીસે ૫ લાખથી વધુનો મુદામાલ પણ કબજે લીધો છે. છેલ્લા કેટલાક સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપારીઓ સાથે ઠગાઈની ઘટના બની રહી હતી. જેને લઇ જીલ્લા પોલીસ આ ઠગોને પકડવા માટે મથામણ કરી રહી હતી. જોકે આ ઠગોને પકડવામાં કોસંબા પોલીસને સફળતા મળી હતી. ચાર જેટલા મહાઠગને ઝડપી પાડ્યા છે. જે પેકી સિરાજ મુસા સીદાત મુખ્ય ભેજાબાજ આરોપી છે સાથે સાથે ચેતન ભોકળવા, ભરત ચોસલા તેમજ કિશન ભરવાડ પણ ગેંગના સભ્ય છે.
SURAT માં વિચિત્ર ઠગ ટોળકી સક્રિય, ખરીદી કરીને એવી રીતે ચુનો ચોપડે કે...

સુરત : જીલ્લાની કોસંબા પોલીસે વ્યાપારીઓ સાથે ઠગાઈ કરતા ચાર મહા ઠગને ઝડપી લેવામાં આવ્યા છે. ઠગાઈ કરવાની મોડસઓપરેન્ડી જોઈને પોલીસ પણ મોમાં આંગળા નાખી ગઈ છે. ઠગ ટોળકી પાસેથી પોલીસે ૫ લાખથી વધુનો મુદામાલ પણ કબજે લીધો છે. છેલ્લા કેટલાક સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપારીઓ સાથે ઠગાઈની ઘટના બની રહી હતી. જેને લઇ જીલ્લા પોલીસ આ ઠગોને પકડવા માટે મથામણ કરી રહી હતી. જોકે આ ઠગોને પકડવામાં કોસંબા પોલીસને સફળતા મળી હતી. ચાર જેટલા મહાઠગને ઝડપી પાડ્યા છે. જે પેકી સિરાજ મુસા સીદાત મુખ્ય ભેજાબાજ આરોપી છે સાથે સાથે ચેતન ભોકળવા, ભરત ચોસલા તેમજ કિશન ભરવાડ પણ ગેંગના સભ્ય છે.

ચારેય મહાઠગ પહેલા તો સોશિયલ મીડિયા પર આવતી ધંધાકીય જાહેરાત પર ધ્યાન રાખતા અને ત્યારબાદ ઓનલાઈન અથવા ફોન કરી ઓર્ડર આપી પોતના વિસ્તારમાં માલ સમાન મંગાવી લેતા. જયારે માલની ડીલીવરી કરવા માટે ટેમ્પો અથવા કોઈ પણ વાહન આવે ઘર સુધી ટેમ્પો જઇ શકે એમ નથી રસ્તો બંધ છે અથવા કોઈ પર પ્રકારના બહાના બતાવી માલ સમાન અન્ય સાધનમાં ટ્રાન્સફર કરી લેતા અને માલ લઈને આવેલા વાહન ચાલકને પૈસા આપવાના બહાને અન્ય સ્થળે લઇ જઈ હાથતાળી આપી ફરાર થઇ જતા હતા. બીજી તરફ જે વાહનમાં માલ સામાન ટ્રાન્સફર કર્યો હોઈએ વાહન પણ ગેંગનો માણસ લઇ ગાયબ થઇ જતો હતો. આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ આંખ પહોળી થઇ ગઈ હતી. વાહન ચાલક માલસામાન આપવામાં આનાકાની કરે અથવા પહેલા પૈસાની માંગણી કરે તો તેની સાથે ઝપાઝપી પણ કરી લેતા હતા.

હાલ પોલીસે સતત ચાર દિવસની મેહનત બાદ ચારેય રીઢા મહાઠગને ઝડપી લીધા છે. હાલ ચારેય રીઢા મહાઠગ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમ્યાન ચારેય મહાઠગ ધ્વારા સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલા અનેક ગુનાની કબુલાત કરવામાં આવી છે. જે પેકી મુખ્ય ભેજાબાજ સિરાજ સીદાત ધ્વારા આલગ અલગ પોલીસ મથકના ૧૦ ગુના, ચેતન ભોક્ળવા ધ્વારા કરવામાં આવેલા ચાર ગુના તેમજ કિશન ભરવાડ ધ્વારા કરવામાં આવેલા ૧ ગુનાની કબુલાત કરી છે. સુરત જીલ્લા પોલીસ ધ્વારા સોસીયલ મીડિયામાં ચારેય મહાઠગના ફોટા વાયરલ કરી ભોગ બનનારને આગળ આવી પોલીસને જાણ કરવા માટેં અપીલ પણ કરવામાં આવી છે. જોકે તપાસ દરમ્યાન હજુ પણ અનેક ગુનાના ભેદ ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ તો પોલીસે મહાઠગોને જેલ હવાલે કર્યા છે. આગળ કોઈ નિર્દોષ આ ઠગોનો ભોગ ન બને તે માટે કદમ માં કદમ સજા થાય તેવી લોકો ન્યાયતંત્ર સામે આશા રાખી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news