આણંદના 4 વર્ષના બાળકનો થયો પુર્નજન્મ, જન્મ-મરણનો સમય પણ એક નીકળ્યો

 આણંદ જિલ્લાના સુંદરણા ગામ ખાતે રહેતા મહેશભાઇ સોલંકીના પરિવારમાં પૂન:જન્મ ની એક ઘટના બની છે. આ પરિવાર રણુજા પદ યાત્રાના સંધમાં જતો હતો ત્યારે સમગ્ર વાત ધ્યાનમાં આવી હતી તે સમયે બાદલ તેના જુના જન્મના દાદા મનુભાઇને બે હજારથી વધારે માણસો વચ્ચે રાતના સમયે ઓળખી તેની પાસે ગયો હતો અને ત્યારથી આજ સુધી તેઓને દાદા તરીખે જ ઓળખે છે અને માને છે.
આણંદના 4 વર્ષના બાળકનો થયો પુર્નજન્મ, જન્મ-મરણનો સમય પણ એક નીકળ્યો

લાલજી પાનસુરીયા/આણંદ : આણંદ જિલ્લાના સુંદરણા ગામ ખાતે રહેતા મહેશભાઇ સોલંકીના પરિવારમાં પૂન:જન્મ ની એક ઘટના બની છે. આ પરિવાર રણુજા પદ યાત્રાના સંધમાં જતો હતો ત્યારે સમગ્ર વાત ધ્યાનમાં આવી હતી તે સમયે બાદલ તેના જુના જન્મના દાદા મનુભાઇને બે હજારથી વધારે માણસો વચ્ચે રાતના સમયે ઓળખી તેની પાસે ગયો હતો અને ત્યારથી આજ સુધી તેઓને દાદા તરીખે જ ઓળખે છે અને માને છે.

હિન્દુ ધર્મમા કહેવાય છે કે, દરેક જીવ ચોર્યાંસી યોનીઓમાંથી પસાર થઈને વ્યક્તિ બને છે. શાસ્ત્રોમાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે, ત્યારે પુનર્જન્મનો વિચિત્ર કિસ્સો અહીં જોવા મળ્યો છે. બાદલની વાત પણ કંઇક આવી છે. આ બાળકનુ કહેવું છે કે, પહેલાના સમયે તેનુ નામ જયદીપ હતું, અને પદયાત્રાના સંઘમાં દ્વારકા જતા સમયે તેનુ આકસ્મિક અવસાન થયુ હતું.  જયદીપના મૃત્યુ અને જન્મનો સમયે પણ એક સરખો છે તેવુ પરિવાર કહી રહ્યો છે. 

જયદીપ બાવળા તાલુકાના રાસમ ગામનો વતની હતો, જ્યારે બાદલ આણંદ જિલ્લાના સુંદરણા ગામનો વતની છે. બાદલના પિતા મહેશભાઈ કહે છે કે, બાદલ હજી માંડ સાડા ચાર વર્ષનો થયો છે, પણ તેને પુર્નજન્મની વાત આજે પણ યાદ છે. બાદલને એકવાર તાવ આવ્યો હતો અને દાદાને મળવાની જીદ કરતા અમારો પરિવાર તેને રાસમ ગામે લઇ ગયો હતો. અચરજની વાત તો એ હતી કે, બાદલ પોતાના જુના ઘરે જોતો જ રહી ગયો હતો અને એ પરિવાર સાથે એવો હળીમળી ગયો કે તેનો આજ સાચો પરિવાર છે.

તેની માતા સંગીતાબેન સોલંકીના જણાવ્યા અનુસાર, આ વાત પર તો શરૂઆત અમારા પરિવારે ઓછું ધ્યાન આપ્યું હતું. પણ જ્યારે અમે જયદીપના ઘરે ગયા, અને જયદીપની તસવીરો જોઈ તો માલૂમ પડ્યું કે, દેખાવમાં પણ બંને એકસરખા છે. પરિવારના લોકો સાથે ગ્રામવાસીઓ પણ બંને એકસરખા દેખાય છે તેવી વાતો કરવા લાગ્યા હતા.

બાદલ નિયમિત પોતાના પુર્નજન્મવાળા પરિવારના લોકો સાથે વાતો કરતો રહે છે. તેમાં પણ પગપાળા યાત્રા સમયે મળેલા મનુદાદાની વાતો નિયમિત યાદ કરતો રહે છે. બાદલના જન્મની તારીખ અને જયદીપના મૃત્યુની તારીખ તથા તિથિ પણ એકસરખી છે. 13 માર્ચ, 2014ના રાત્રે બાર વાગ્યે બાદલનો જન્મ થયો હતો, અને તે જ સમયે જયદીપનું મૃત્યુ થયું હતું. બાદલની માતા જણાવે છે કે, મારા દીકરાના રૂપમાં જયદીપ તેના જૂના પરિવારને મળ્યો તે અમારા માટે ખુશીની વાત છે.

બાદલના પુર્નજન્મની વાત આખા ગામમાં એટલી ફેલાઈ ગઈ છે કે, ગામ લોકો તથા આજુબાજુના ગામના સગા પણ બાદલના પુર્નજન્મની વાતો સાંભળીને આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news